GSTV

પીએનબી કૌભાંડ : બ્રિટનમાં નિરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાઈ

બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક(પીએનબી) છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ ભાગેડું હીરાના વેપારી નિરવ મોદી આજે લંડનની જેલમાંથી વીડિયો લિંકથી બ્રિટનની કોર્ટમાં હાજર થયાં હતાં. તેમની જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. 48 વર્ષીય નિરવ મોદી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં જજ ટેન ઇકરામ સમક્ષ હાજર થયા હતાં. 19 સપ્ટેમ્બરે નિરવ મોદીને ફરીથી વિડિયો લિંકથી હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

જજે વધુમાં જણાવ્યું હતું કે આજે કેસમાં કોઇ પ્રગતિ થઇ શકી નથી જેનો મને અફસોસ છે. તેમણે કોર્ટના કલાર્કને 11 મે, 2020થી શરૂ થતી પ્રત્યાર્પણની પાંચ દિવસની સુનાવણી  સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.  ભારત સરકાર વતી બ્રિટનની ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ(સીપીએસ) લંડનમાં નિરવ મોદીનો પ્રત્યાર્પણનો કેસ લડી રહી છે.

nirav modi swiss

ઉલ્લેખનીય છે કે સ્કોટલેન્ડ યાર્ડે માર્ચમાં નિરવ મોદીની ધરપકડ કરી હતી અને ત્યારથી તેમને વન્ડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યા છે.  આ અગાઉ જુલાઇમાં નિરવ મોદીને ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આૃર્થનોટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતાં. તે વખતે જજે જણાવ્યું હતું કે તેમને આઠ એપ્રિલ સુધીમાં નિરવ મોદી સામેના તમામ પુરાવાઓ મળી જશે. જેના પગલે આગામી મે મહિનામાં સુનાવણી શરૂ થઇ શકશે. 

બ્રિટનના કાયદા અનુસાર નિરવ મોદીને 28 દિવસમાં એક વખત કોર્ટમાં હાજર કરવા પડે છે. માર્ચ મહિનામાં ધરપકડ થયા પછી નિરવ મોદીએ જામીન મેળવવાના અનેક પ્રયત્નો કર્યા હતાં. છેલ્લી અને ચોથી વખત નિરવ મોદીની જામીન અરજી બ્રિટનની હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

Diamond Merchant Nirv Modi

તમામ જામીન અરજીની સુનાવણી વખતે જજે જણાવ્યું હતું કે નિરવ મોદીને એક વખત જામીન મળી ગયા પછી તે ફરીથી આત્મ સર્મપણ કરશે તેની કોઇ ગેરંટી નથી. પ્રત્યાર્પણ વોરન્ટના આધારે સ્કોટલેન્ડ યાર્ડે 19 માર્ચે નિરવ મોદીની ધરપકડ કરી હતી. ત્યારથી જ નિરવ મોદી લંડનની જેલમાં બંધ છે. 

નિરવ મોદીએ આચરેલી ગેરરીતિને કારણે પંજાબ નેશનલ બેંકને બે અબજ ડોલરનું નુકસાન થયું હતું.  અત્યાર સુધી થયેલી તમામ સુનાવણીમાં વેસ્ટમિન્સ્ટર કોર્ટે પંજાબ નેશનલ બેંકમાં થયેલા બે અબજ ડોલરના કૌભાંડમાં નિરવ મોદીને મુખ્ય આરોપી ગણાવ્યો છે. કોર્ટે  જામીન અરજી અંગે વારંવાર જણાવ્યું છે કે એક વખત નિરવ મોદીને જામીન અપાશે તો તે ફરીથી સરેન્ડર થશે તેની કોઇ ગેરંટી નથી.

READ ALSO

Related posts

કોરોનાના ખતરા વચ્ચે ખુશખબરી! સરકારી બેન્ક બાદ આ ખાનગી બેન્કો પણ 3 મહિના સુધી નહી લે લોન EMI

Ankita Trada

ખાંસી, છીંકને લીધે 8 મીટર દૂર સુધી ફેલાય છે કોરોના વાયરસ, કલાકો સુધી જીવિત રહે છે હવામાં

pratik shah

એપ્રિલના અંતમાં ચીનમાં ફરીવાર ત્રાટકશે કોરોના, સંકટ નથી ટળ્યું હજુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!