GSTV

પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી મામલે તપાસ એજન્સીઓને મળી આ જાણકારી

તપાસ એજન્સીઓને જાણકારી મળી છે કે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડના આરોપી અને હીરા કારોબારી નિરવ મોદીની પાસે અડધો ડઝન જેટલા પાસપોર્ટ છે. આ મામલે નવી એફઆઇઆર નોંધાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ભારતીય એજન્સીઓને જાણ થઇ હતી કે નિરવ બેલ્જિયમમાં છે અને તેનો પાસપોર્ટ રદ્દ કરી દેવાયો. તેમ છતાં તેની યાત્રા ચાલુ રહી. ત્યારપછી નિરવ મોદી પાસે છ પાસપોર્ટ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. જેમાંથી બે પાસપોર્ટ થોડા સમય માટે એક્ટીવ થયા હતા. સૂત્રોનું કહેવું છે કે બાકીના ચાર પાસપોર્ટ હાલમાં એકટીવ નથી. એક પાસપોર્ટ પર નિવરનું સંપૂર્ણ નામ છે જ્યારે કે અન્ય પાસપોર્ટ પર તેનું માત્ર પહેલુ નામ છે. જેના પર 40 મહિનાઓ માટે યુકેના વિઝા પણ આપવામાં આવ્યા છે. સવાલ તે છે કે નિરવ મોદીનો પાસપોર્ટ રદ્દ થયા છતાં પણ તે એક દેશથી બીજા દેશના ચક્કર કેવી રીતે કાપી રહ્યો છે.

Related posts

ચિંતા વધારી શકે છે આંકડા, આ રાજ્યમાં 3,5,8 વર્ષના ભુલકાઓને પણ Corona પોઝિટીવ

Arohi

સુરતમાં ડી માર્ટનો કર્મચારી જ કોરોના પોઝિટીવ નીકળતાં મોલ બંધ, ચીજવસ્તુઓ લેવા જનારા પણ ભરાયા

pratik shah

કચરો વીણતી મહિલાઓની વ્હારે આવ્યો આ બોલીવુડ સ્ટાર, પત્ની સાથે મળીને કર્યુ આ પ્રશંસનીય કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!