GSTV

PNB કૌભાંડ/ પ્રત્યાર્પણના આદેશ પર યુકેના ગૃહમંત્રીએ ભલે સહી કરી, ભાગેડુ નીરવ મોદી પાસે છટકવાના હજુ આ રસ્તા ખુલ્લા

નીરવ

Last Updated on April 17, 2021 by Bansari

કોરોનાના પ્રત્યાર્પણ આદેશ પર સહી કરવાનો અર્થ એવો થતો નથી કે નીરવ મોદી સીધો ભારત આવી જશે, તેની પાસે હજી પણ કેટલાક કાનૂની ઉપાયો છે. તેમા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા સહિત યુકેમાં આશ્રય મેળવવા સહિતનો સમાવેશ થાય છે. હીરાના વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ આદેશ પર શુક્રવારે યુકેના ગૃહ સચિવ પ્રીતિ પટેલે સહી કરી દેતા અબજ ડોલરના કૌભાંડના ભાગેડુ આરોપીનો ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. તે પીએનબી સ્કીમમાં વોન્ટેડ છે. ટ્રાયલ કોર્ટે ફેબુ્રઆરીમાં આ પ્રત્યાર્પણ આદેશ આપ્યો હતો.

નીરવ

પીએનબીના કૌભાંડી મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો

આ હિલચાલ અંગે માહિતગાર લોકોએ જણાવ્યું હતું કે હજી પણ નીરવ મોદી પાસે અપીલ રુટ ખુલ્લો છે, તે આ આદેશને હાઇકોર્ટમાં પડકારી શકે છે. ફેબુ્રઆરીમાં વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ભારત સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને નીરવ મોદીના પ્રત્યાર્પણનો કાયદાકીય માર્ગ ખુલ્લો કર્યો હતો. આ આદેશના અમલ માટે બ્રિટનના ગૃહસચિવ પ્રીતિ પટેલની સહીની રાહ જોવાઈ રહી હતી. પણ ગૃહસચિવ દ્વારા આદેશ પર સહી કરવાનો અર્થ એવો થતો નથી કે નીરવ મોદી હવે સીધો ભારત આવી જશે.

નીરવ મોદી પાસે હજી પણ સુપ્રીમમાં અપીલ અને આશ્રય માંગવા જેવા કાનૂની વિકલ્પો છે

તેની પાસે હજી પણ કેટલાક કાયદાકીય ઉપાયો છે. તેમા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અને યુકેમાં આશ્રય માંગવાનો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ કિંગફિશર એરલાઇનના વડા વિજય માલ્યાનું જ ઉદાહરણ આપ્યું છે, જે યુકેમાં જામીન પર છે. તેની સાથે વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમણે આશ્રય મેળવવા વિનંતી કરી છે.

ભારતે પંજાબ નેશનલ બેન્કના બે અબજ ડોલરના કૌભાંડના આરોપી નીરવ મોદી વોન્ટેડ છે અને તેની ૧૯ માર્ચ ૨૦૧૯ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. લંડનના વાન્ડ્સવર્થ પ્રિઝન ખાતે તેને રાખવામાં આવ્યો છે. આ જેલમાંથી તે વિડીયો લિન્ક દ્વારા સુનાવણી કરે છે. આ સમયગાળા દરમિયાન તેણે અનેક વખત જામીન મેળવ્યા છે.

Read Also

Related posts

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

Indian Railway / રેલવેએ ચાલતી ટ્રેનોમાંથી દૂર કરી આ સુવિધા, સરકારે આપી માહિતી

Vishvesh Dave

જરૂર વાંચો / SBI ગ્રાહકો માટે જરૂરી અલર્ટ! શુક્રવારે આટલા કલાક સુધી નહીં કરી શકો ઓનલાઇન બેન્કિંગ સુવિધાનો ઉપયોગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!