GSTV
Home » News » ભાગેડુ નીરવ મોદી અમેરિકાના ન્યુયોર્કની હોટલમાં જોવા મળ્યો, ત્રણ કં૫નીની થશે હરરાજી

ભાગેડુ નીરવ મોદી અમેરિકાના ન્યુયોર્કની હોટલમાં જોવા મળ્યો, ત્રણ કં૫નીની થશે હરરાજી

બહુચર્ચિત પંજાબ નેશનલ બેન્ક ગોટાળામાં મુખ્ય આરોપી નીરવ મોદી હાલ અમેરિકાના ન્યૂયોર્કમાં છે. એક મીડિયા જૂથની ટીમે આ વાતનો દાવો કરતા કહ્યુ છે કે નીરવ મોદી ન્યૂયોર્કની જે ડબલ્યૂ મેરિયટ એસ્સેક્સ હાઉસમાં પાછો આવી ગયો છે. પીએનબી ગોટાળામાં નીરવ મોદીનું નામ આવતા પહેલા આ હોટલ તેનું ન્યૂયોર્ક ખાતેનું સરનામું હતું. નીરવ મોદીએ હાલ ન્યૂયોર્કની આ હોટલમાં એક રૂમ પોતાના નામે નોંધાવેલો છે. જે ડબલ્યૂ મેરિયટની ડેસ્ક દ્વારા મીડિયા જૂથની સાથે આ વાતની પુષ્ટિ કરાઈ હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. આ સિવાય નીરવ મોદીની ત્રણ કંપનીઓની હરાજીની પ્રક્રિયા ત્રીજી મેથી શરૂ કરવામાં આવશે.

નીરવ મોદી પોતાના કર્મચારીઓને બોનસ આપવા ઈચ્છે છે !

નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ક, જે એફ અને સિનિર્જિસ કોર્પોરેશનની હરાજી ત્રીજી મેના રોજ ન્યૂયોર્ક ખાતે કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે નીરવ મોદીએ ન્યૂયોર્કની એક કોર્ટમાં પોતાને ડિફોલ્ટર જાહેર કરવાની અપીલ દાખલ કરી છે. અમેરિકાના ટ્રસ્ટી વિલિયમ કે. હરિન્ગ્ટને દાવો કર્યો છે કે ડિફોલ્ટર ઘોષિત કરવાની અપીલ છતાં નીરવ મોદી પોતાના કર્મચારીઓને બોનસ આપવા ઈચ્છે છે. વિલિયમે આના સંદર્ભે વાંધો વ્યક્ત કર્યો છે. પોતે મૂકેલા પ્રસ્તાવમાં અમેરિકાના ટ્રસ્ટી વિલયમે કહ્યુ છે કે કોર્ટને એ માલૂમ છે કે નીરવ મોદીની કંપની ડિફોલ્ટર જાહેર થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તેના સિવાય નીરવ મોદી પણ ભારતમાં આ સમયગાળામાં એક બેન્ક ગોટાળામાં સંડોવાયેલા છે. તેવામાં બોનસની વાત યોગ્ય નથી. વિલિયમનું કહેવું છે કે નીરવ મોદીની ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ક, એ જેફ અને સિનિર્જિસ કોર્પોરેશને ન્યૂયોર્કની કોર્ટમાં ડિફોલ્ટર જાહેર કરવાની અરજી દાખલ કરી છે.

આ સિવાય હવે તે પોતાના કર્મચારોને લગભગ બે લાખ ત્રીસ હજાર અમેરિકન ડોલરનું બોનસ આપવા ચાહે છે. મહત્વપૂર્ણ છે કે નીરવ મોદીની ફાયરસ્ટાર ડાયમંડ સિવાય પીએનબીમાં હજારો કરોડના ગોટાળા મામલે તેના સગાં મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડને પણ શકમંદ તરીકે રાખવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક-નીરવ મોદી ગોટાળાની ગુથ્થી સીબીઆઈ અને ઈડી હાલ ઉકેલવાની કોશિશમાં છે.. તેવા સમયે આ મામલે વધુ એક મોટો ખાલુસો થયો હતો. નવા ખુલાસામાં જણાવવામાં આવ્યું છે કે ગોટાળાની રકમ 11 હજાર 400 કરોડ રૂપિયા નહીં, પણ તેનાથી ઘણી વધારે છે. પીએનબી તરફથી ખુદ આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે કે આ ગોટાળાની રકમમાં અન્ય 1300 કરોડ રૂપિયાના ફ્રોડ ટ્રાન્સક્શનની જાણકારી મળી છે. પહેલાના 11 હજાર 400 કરોડ અને હવે 1300 કરોડ રૂપિયાના ગોટાળાના ખુલાસા બાદ પીએનબી સ્કેમની કુલ રકમ 12 હજાર 700 કરોડ રૂપિયા થઈ ચુકી છે.

Related posts

ફળોને જો હેલ્ધી માનતા હોવ તો પહેલા આ વાંચી લો, બની શકે કે વહેમ દુર થઈ જાય

Arohi

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi

ટ્રમ્પે યુરોપની ૭.૫ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!