GSTV

રેડકોર્નર નોટીસથી નિરવ મોદીને ભારત પરત લાવવામાં ખરેખર મદદ મળશે?

Last Updated on July 2, 2018 by

ઇન્ટરપોલની રેડકોર્નર નોટિસથી શું ફરાર નિરવ મોદીને શોધવા અને તેને ભારત પરત લાવવામાં ખરેખર મદદ મળશે. આ સવાલ પણ ચર્ચાઇ રહ્યો છે ત્યારે તે પણ જાણવું જરૂરી છે કે રેડકોર્નર નોટિસ બહાર પડવાથી શું ફરક પડશે.

ઘણી વખત અહેવાલ આવ્યા છે કે નિરવ મોદી પાસપોર્ટ રદ્દ થયા બાદ પણ ઘણા દેશોની યાત્રા કરી ચુક્યો છે. ઇન્ટરપોલની રેડકોર્નર નોટિસ બાદ હવે 192 દેશોના એરપોર્ટ પર નિરવ મોદી સામે એલર્ટ જાહેર કરી દેવાયું છે. હવે નિરવ માટે હવે વિદેશ યાત્રા સરળ નહીં હોય. જો તે વિદેશ યાત્રા કરશે તો તેની એરપોર્ટ ઉપર જ ધરપકડ થઇ શકે છે.

ઇન્ટરપોલ નોટિસ હંમેશા માટે અમલમાં રહેતી નથી. આ પહેલા લલિત મોદી સામે રેડકોર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી. પરંતુ લલિત મોદીના વકીલના વિરોધ બાદ રેડકોર્નર નોટિસ હટાવી લેવાઇ હતી. એવું નથી કે રેડકોર્નર નોટિસથી ક્યારેય સફળતા હાથ લાગી નથી. આ પહેલા વર્ષ 2015માં અંડરવર્લ્ડ ડોન દાઉદના એક સમયના નજીકના વ્યક્તિ છોટા રાજનને આ નોટિસની મદદથી જ ભારત પરત લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2002માં અબૂ સાલેમ પણ આ પ્રકારે જ પકડાયો હતો.

Related posts

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!