GSTV
Home » News » PNB કૌભાંડ : જુઓ નિરવ મોદી ઉ૫ર સુરત સહિત ક્યાં ક્યાં ૫ડ્યા દરોડા ?

PNB કૌભાંડ : જુઓ નિરવ મોદી ઉ૫ર સુરત સહિત ક્યાં ક્યાં ૫ડ્યા દરોડા ?

પંજાબ નેશનલ બેન્કના કરોડોના કૌભાંડનો રેલો સુરત સુધી પહોંચ્યો છે.11 હજાર 400 કરોડના કૌભાંડ મામલે ઈડીએ નિરવ મોદીના સુરતના ત્રણ ઠેકાણા પર પણ સર્ચ આપેશન શરૂ કર્યુ છે. જેમાં સચિન વિસ્તારમાં આવેલા ફાયર ડામમંડ યુનિટ ખાતે ઈડીની ટીમ દરોડા પાડ્યા છે. તો સુરત રિંગ રોડ ખાતે આવાલે ફાયર સ્ટાર ઈન્ટરનેશનલ યુનિટ પર પણ ઈડીએ દરોડા પાડ્યા છે. આ  ઉપરાંત રિંગ રોડ પરના દિલ્હી ગેટ ખાતેના ફાયર સ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમીટેડ ખાતે ઈડીની ટીમ પહોંચી છે. અને તપાસનો ધમધમાટ બનાવ્યો છે.

સચિન ખાતે આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા યુનિટ-2માં નીરવ મોદીનું ફાયર સ્ટાર નામ ડાયમન્ડ યુનિટ આવ્યું છે. જ્યાં જ્વેલરી મેકિંગનું કામ ચાલે છે. જેમાં 1000 જેટલા કારીગરો કામ કરે છે. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓની ટીમ સવારથી જ નીરવ મોદીના નિવાસ સ્થાને પહોંચી હતી. અને કર્મચારીઓ અને એકાઉન્ટ વિભાગના કર્મચારીઓની પૂછપરછ કરી હતી કેટલાક દસ્તાવેજોની તપાસ કરી જપ્ત કરવાની  કામગીરી પણ કરી હતી. નીરવ મોદીના સચિન સેઝ યુનિટથી જ્વેલરી વિદેશોમાં એક્સપોર્ટ થતી હતી. આ યુનિટથી કેટલો કારોબાર નીરવ શાહ દ્વારા કરવામાં આવે તે અંગે પણ અધિકારીઓ તપાસ હાથ ધરી છે. સાથે સુરતના દિલ્હી ગેટ ખાતે આવેલા બેલજીયમ ટાવરના પાંચમા માળે આવેલી ઓફિસ પણ અધિકારીઓ પહોંચ્યા હતા.

સુરતમાં ક્યા ક્યા દરોડા ૫ડ્યા ?

મુંબઇમાં ક્યા ક્યા દરોડા પડ્યા ?

દિલ્હીમાં ક્યા ક્યા દરોડા પડ્યા ?

ઇડીના 70 સ્થાનો પર દરોડા

પંજાબ નેશનલ બેંક ફ્રોડ ટ્રાન્સક્શન કાંડના આરોપી નીરવ મોદી અને અન્યો સામે ઈડી અને સીબીઆઈ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. નીરવ મોદી મામલામાં જયપુર, સૂરત, દિલ્હી, મુંબઈ સહીત કુલ 70 સ્થાનો પર દરાડોની કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી દ્વારા નીરવ મોદી મામલામાં 5100 કરોડ રૂપિયાની મિલ્કતો રદ્દ કરી છે.

Related posts

અમદાવાદમાં ખોટા પુરાવાના આધારે આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Nilesh Jethva

આ છે દુનિયાના 10 સૌથી મોટા બ્રાંડની લિસ્ટ, જાણો શા માટે લિસ્ટની બહાર ગયું ફેસબુક

Kaushik Bavishi

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ મનમોહનસિંહને લઈને કર્યો આ દાવો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!