GSTV
Gujarat Government Advertisement

PNB કૌભાંડ : નીરવ મોદી ભાગેડું જાહેર થશે, બધી જ સંપત્તિ થશે જપ્ત

Last Updated on December 5, 2019 by Mansi Patel

પંજાબ નેશનલ બેંક સાથે અબજો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ નાસી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીને સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે બુધવારે એવી નોટિસ મોકલી હતી કે તમે કોર્ટમાં હાજર નહીં થાઓ તો તમને ભાગેડુ ગુનેગાર જાહેર કરવામાં આવશે.

નીરવ મોદી ઉપરાંત એમની નિકટના નીશલ મોદી અને સુભાષ પરબને પણ સમન્સ મોકલાયા હતા કે તમે 15 જાન્યુઆરી સુધીમાં કોર્ટમાં હાજર થાઓ. આમ કરવામાં નિષ્ફળ જશો તો તમને ભાગેડુ ગુનેગાર જાહેર કરવામાં આવશે.

અત્રે એ જાણવું રસપ્રદ છે કે કોર્ટ કોઇને  ભાગેડુ જાહેર કરે ત્યારબાદ એની સંપત્તિને એટેચ કરવાની કાર્યવાહી પણ કરી શકે છે. સ્પેશિયલ કોર્ટ આજે ગુરૂવારે નીરવ મોદી અને એમના સાથીદારોને ભાગેડુ જાહેર કરી શકે છે. નીરવ હાલ લંડનમાં છે અને ભારત સરકારે એને પાછો ભારત મોકલવા માટે બ્રિટિશ સરકારને કરેલી વિનંતીને પડકારતી કાનૂની કાર્યવાહી કરી રહ્યો છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!