પીએનબી કૌભાંડ મામલે ઈડીએ વધુ એક ધરપકડ કરી છે. ઈડીએ નિરવ મોદીની કંપનીના વાઈસ પ્રેસિડન્ટ શ્યામ સુંદર વાધવાની ધરપકડ કરી છે. શ્યામ સુંદર વાધવાને નિરવ મોદીની નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે. ઈડી શ્યામ સુંદરની પૂછપરછ કરીને મહત્વની માહિતી મેળવી શકે છે. કેમ કે શ્યામ સુંદરે નિરવ મોદીને મદદ કરી હતી. પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ઈડીને નિરવ મોદીના સૌથી નજીકના વ્યક્તિની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી નિરવ મોદી અને ગીતાજંલી ગ્રૂપના માલિક મેહુલ ચોકસી વિદેશમાં ફરાર છે. ત્યારે આ મામલે તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.