GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ડાયમંડ મર્ચન્ટથી ભાગેડુ બનવા સુધીની નીરવ મોદીની સફર, એક ક્લિકે જાણો 10 મહત્વની વાતો

Diamond Merchant Nirv Modi

13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કેસમાં ભાગેડુ જાહેર કરાયેલા ડાયમન્ડ મર્ચન્ટ નીરવ મોદી લંડનમાં નજરે આવ્યાં બાદ તેની ધરપકડની માંગે વધુ જોર પકડ્યુ હતું. તેવામાં ભાગેડુ નિરવ મોદીની લંડનમાં ધરપકડ થઈ છે. હીરા કારોબારી અને પીએનબી ગોટાળાનો આરોપી નિરવ મોદી દેશ છોડીને લંડન ફરાર થઈ ગયો હતો. તેની સામે રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી હતી. ત્યાર બાદ વેસ્ટમિંસ્ટર કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. તેને વેસ્ટમિંટર કોર્ટમાં રજૂ કરાશે. ત્યારે હવે તેને ભારતમાં પ્રત્યર્પણ કરવાની કાર્યવાહી પણ તેજ બનશે. લગભગ 13 મહિના પહેલા 13 હજાર કરોડ પીએનબી ગોટાળામાં ભારતીય તપાસ એજન્સીઓ નીરવ મોદીને શોધી રહી હતી.

ટેલિગ્રાફના એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે લંડનની સડકો પર નીરવ મોદી જે જેકેટ પહેરીની ફરી રહ્યો હતો તેની કિંમત આશરે 10 હજાર પાઉન્ડ છે. ભારતીય મુદ્રાના હિસાબે જોઇએ તો તેની કિંમત આશરે 9 લાખ રૂપિયા છે. જેકેટ ઓસ્ટ્રિચ હાઇબ્રિડની છે. એટલે કે આ જેકેટ ઓસ્ટ્રિચના ચામડામાંથી બનેલુ હતું.

ટેલીગ્રાફના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે નીરવ મોદી શહેરના વેસ્ટ એન્ડ વિસ્તારમાં રહેતો હતો અને ત્યાં સુધી કે તેણે હીરાનો નવો બિઝનેસ પણ શરૂ કરી દીધો હતો. નીરવ વિરુદ્ધ ઇન્ટરપોલ 2018માં જ રેડકોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.

ભારતીય બેન્કિંગ સેક્ટરને આટલા મોટા સ્તર પર કૌભાંડની જાણ ત્યારે થઇ જ્યારે પીએનબીએ મોટાપાયે છેતરપીંડી થયાની વાતનો ખુલાસો કર્યો હતો. જે 13,600 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી.

ભારતમાં સૌથી મોટું બેંક કૌભાંડ કરવાનો જેના પર આરોપ છે તેવો નિરવ મોદી લંડનમાં એક આલિશાન એપાર્ટમેન્ટમાં રહે છે. તેનો ઉછેર બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં થયો છે. નીરવના પિતા પણ ડાયમંડના કારોબારી હતા. તેઓ ભારતથી એન્ટવર્પમાં સ્થાયી થયા હતા. જો કે નીરવ મોદી મુંબઈ પાછો આવી ગયો હતો.

 મુંબઈમાં તે પોતાના મામા મેહુલ ચોક્સી પાસે વેપાર કરવાનું શીખ્યો હતો. નીરવ મોદીએ 1990ના દશકમાં ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે હીરાની સપ્લાઈ કરવાનું ચાલુ કર્યું હતું. 1999માં તેણે ફાયરસ્ટાર કંપની બનાવી હતી. 2005માં નીરવ મોદીએ ફ્રેડરિક ગોલ્ડમેન કંપનીને ખરીદી હતી.

આ કંપની અમેરિકામાં તેમની સૌથી મોટી ગ્રાહક હતી અને નીરવ મોદીની કંપનીથી સાત ગણી મોટી હતી. જે બાદ નીરવ મોદીએ 2010માં પોતાના નામથી એક ડાયમંડ કંપની બનાવી હતી. 2010માં તેમનો એક નેકલેસ હોંગકોંગમાં હરાજીમાં 22.4 કરોડ રૂપિયામાં વેચાયો હતો.

પીએનબી ફ્રોડમાં મેહુલ ચોકસીનું પણ નામ સામેલ છે.. નીરવ મોદી, તેમની પત્ની એમી અને ભાઈ નિશાલ તથા મામા મેહુલ ચોકસી ડાયમંડ્સ આર. યૂએસ, સોલાર એક્સપોર્ટ્સ અને સ્ટેલર ડાયમંડ્સમાં ભાગીદાર છે. આ કંપનીઓ હોંગકોંગ, દુબઈ અને ન્યૂયોર્કમાં એકમો ધરાવે છે. ફોર્બ્સ મુજબ.. નીરવ મોદીની નેટવર્થ 11 હજાર કરોડ રૂપિયા છે.

 નીરવ મોદીની જ્વેલરી સ્ટોર લંડન, ન્યૂયોર્ક, લાસ વેગાસ, હવાઈ, સિંગાપુર, બીજિંગ જેવા 16 શહેરોમાં છે. ભારતમાં પણ દિલ્હી અને મુંબઈમાં તેમના સ્ટોર છે. આરોપી નીરવ મોદી 2013માં ફોર્બ્સની અમીર વ્યક્તિઓની યાદીમાં સામેલ હતો. નીરવ મોદીની બ્રાંડને પ્રિયંકા ચોપડા, એન્ડ્રિયા ડાયાકોનું અને રોજી હંટિંગ્ટને પ્રમોટ કરી હતી.

પંજાબ નેશનલ બેંકના 14 હજાર કરોડ રૂપિયા ગપચાવીને દેશમાંથી રફુચક્કર થઈ જવાનો નિરવ મોદી પર આરોપ છે. નિરવ મોદી અને તેના પરિવારના કેટલાક સભ્યોએ પંજાબ નેશનલ બેન્ક દ્વારા જાહેર કરાયેલા 150થી વધુ ગેરેંટી નોટ્સ મારફતે રૂ. 11,000 કરોડથી વધુની લેવડદેવડ કરી હતી.

નીરવ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો ઘટસ્ફોટ થયાના થોડા દિવસ પહેલા જાન્યુઆરી 2018માં ફરાર થઇ ગયો હતો. ત્યાં સુધી કે તપાસકર્તાઓએ જ્યારે પીએનબી મામલે તપાસ કરતાં સામે આવ્યું કે નીરવ મોદી તથા તેના મામા મેહુલ ચોક્સીએ ‘લેટર ઑફ અંડરટેકિંગ’નો ઉપયોગ કરીને પીએનબીને 13 હજાર કરોડનો ચૂનો લગાડ્યો હતો.

Read Also

Related posts

Railwaysનો કમાલનો જુગાડ, આ રીતે લેમ્પ બોક્સથી કોરોના મુક્ત થઈ જશે Train Ticket અને નોટ

Arohi

રાજસ્થાન : અશોક ગહેલોતે જીતી લીધો વિશ્વાસ પ્રસ્તાવ, વિધાનસભા 21 ઓગસ્ટ સુધી સ્થગિત

Dilip Patel

અમેરિકા, UK,કેનેડા અને UAE જવા માગતા ભારતીયો માટે આવી ખુશખબરી, આ લોકો જઈ શકશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!