મોદી સરકારને મોટો ઝાટકો, આ કરોડોના કૌભાંડીએ ભારતીય નાગરિકતા જ છોડી દીધી

પંજાબ નેશનલ બેંકમાં થયેલ 12 હજાર 700 કરોડ રૂપિયાનો કહેવાતો લોન ફ્રોઇડ કેસનો આરોપી હીરાનો વેપારી મેહુલ ચૉકસીને ભારત લાવવો હવે વધુ મુશ્કેલ બની શકે છે. કેમ કે મેહુલ ચૉકસીએ ભારતીય નાગરિકતા છોડીને પોતાના ભારતીય પાસપોર્ટ એન્ટિગુઆ હાઇકમિશનમાં જમા કરાવી દીધો છે.

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચૉકસીએ પાસપોર્ટ નંબર જેડ 3396732 કેન્સિલ્ડ બુક્સ સાથે જમા કરાવ્યો છે. મેહુલ ચૉકસીને ભારતીય નાગરિકતા છોડવા માટે 177 અમેરિકન ડૉલરનો ડ્રાફ્ટ જમા કરાવવો પડ્યો છે. આ સંબંધમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિત નારંગે ગૃહ મંત્રાલયને માહિતી આપી દીધી છે. મેહુલ ચૉકસીએ ભારતીય નાગરિકતાને છોડવા માટે જે ફોર્મ ભરેલુ છે, તેમાં એનું નવું સરનામું જૌલી હાર્બર સેન્ટર માર્કસ એન્ટિગુઆ લખ્યું છે.

તેણે કહ્યું કે હવે મે ભારતીય ઉચ્ચાયોગ આધારે એન્ટિગુઆની નાગરિકતા લઈને ભારતની નાગરિકતા છોડી દીધી છે. ચૉકસીને વર્ષ 2017માં જ એન્ટિગુઆની નાગરિકતા લીઈ લીધી હતી. મુંબઈ પોલીસની લીલી ઝંડી પછી ચૉકસીને નાગરિકતા મળી હતી.

પી.એન.બી. કૌભાંડ પછી હીરા વેપારી મેહુલ ચૉકસી અને તેના ભાઈ નિરવ મોદી દેશ છોડીને ફરાર થઈ ગયા. કેસની તપાસ કરતી ઇડી અને સીબીઆઇના ટીમે અત્યાર સુધીમાં ચાર હજાર કરોડ રૂપિયાની સંપતિ જમા કરી છે. ચૉકસી અને મોદી વિરુદ્ધ આર્થિક એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ચોકસીના પ્રત્યર્પણમાં લાગેલી સરકાર માટે આ ઝાટકા સમાન મનાય છે. આપને જણાવી દઇએ કે પાછલી સુનવણીમાં ચોકસીએ કોર્ટમાં પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતા કહ્યું હતું કે ફ્લાઇટમાં 41 કલાકની સફર કરી ભારત આવી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે ચોકસીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ (PMLA) સ્પેશયલ કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ અરજીના જવાબમાં આ વાત કહી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter