પીએનબી કૌભાંડ મામલે એસએફઆઈઓ 35 બેંકના ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલે એક્સિક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓને એસએફઆઈઓ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું.તપાસ એજન્સી પીએનબીના સુનીલ મહેતાની આજે પૂછપરછ કરશે.
બેંકના ઉચ્ચ કર્મચારીઓની પીએનબી કૌભાંડના આરોપી અને ગીતાંજલી ગૃપના માલિક મેહુલ ચોકસીને00 5280 કરોડ રૂપિયાની વર્કિગ કેપિટેલ લોન મામલે પૂછપરછ કરવામાં આવશે. મેહુલ ચોકસીને 31 બેંકોએ લોન આપી છે. જેમા આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા રૂપિયા 405 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી.
આ પહેલા એક્સિસ બેંકના એમડી શ્રી નિવાસનની આગેવાનીમાં બેંકના અધિકારીઓની એક ટીમ દક્ષિણ મુંબઈમાં આવેલા એસએફઆઈઓના કાર્યાલયમાં હાજર થયા હતા. જ્યાં તેમની બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પૂછપરછમાં મેહુલ ચોકસીને આપવામાં આવેલી લોન મામલે જાણકારી લેવામાં આવી છે.