GSTV
Business India News Trending

રૂપિયાની જરૂર છે કોઈની પાસે હાથ લાંબો ન કરતા: આ બેંક કોઈ પણ ગેરેન્ટી વગર આપે છે 50 હજારથી 10 લાખ સુધીની લોન

પંજાબ નેશનલ બેંક ગ્રાહકોને ખાસ પ્રકારની સુવિધા આપી રહી છે. જો આપને પણ હાલ પૈસાની જરૂર હોય તો આપ બિઝનેસ શરૂ કરી શકો છો. જેના માટે બેંક આપને 10 લાખ રૂપિયા સુધીની મદદ પણ કરે છે. પીએનબીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ પ્લાન અંતર્ગત બેંક 50,000 રૂપિયાથી લઈને ગ્રાહકોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. જણાવી દઈએ કે, આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આવો જાણીએ કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો.

નાના ધંધો શરૂ કરવા અથવા તો જૂના કામને વધારવા માટે સરકાર 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરેલી છે. આપને જણાવી દઈએ કે, આ 10 લાખ રૂપિયા લોન તરીકે આપને મળશે, સરાકરની આ યોજનાનું નામ છે (PMMY Scheme) પીએમ મુદ્રા લોન યોજના.

આપને જણાવી દઈએ કે, પીએમ મુદ્રા લોનનો ફાયદો આપને 3 તબક્કામાં મળી શકે છે. તેમાં પ્રથમ તબ્બાકની શિશૂ લોન છે. બીજા તબક્કાની લોન કિશોર લોન છે જ્યારે ત્રીજા તબક્કાની લોન તરૂણ લોન છે.

  • શિશૂ લોન- આ યોજના અંતર્ગત આપને 50,000 સુધીની લોન મળે છે.
  • કિશોર લોન- આ યોજના અંતર્ગત આપને લોનની રકમ 50,000થી 5 લાખ સુધીની છે.
  • તરૂણ લોન- આ યોજના અંતર્ગત આપને 5 લાખથી 10 લાખ સુધીની લોન મળશે.

લોન લેવા માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ

  • ઓળખાણ પત્ર- ચૂંટણી કાર્ડ, ડ્રાયવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ફોટ આઈડી
  • રહેણાંક પુરાવો- ટેલીફોન બિલ, લાઈટ બિલ, પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ, આધાર કાર્ડ, પાસપોર્ટ
  • અરજીકર્તાના ફોટો- ( 6 મહિનાથી જૂનો ન હોવો જોઈએ)
  • SC/ST/OBC પ્રમાણપત્ર
  • પ્રુફ ઓફ આઈડેંટિટી, બિઝનેસ એન્ટરપ્રાઈસેસ

શું છે આ યોજનાનો લાભ

મુદ્રા યોજના અંતર્ગત કોઈ પણ ગેરેન્ટી વગર લોન મળે છે. આ ઉપરાંત લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ પણ નથી આપવાનો થતો. મુદ્રા યોજનામાં લોન ચુકાવાનો સમય 5 વર્ષ સુધી લંબાવી શકાય છે.

કેવી રીતે લઈ શકશો આપ લોન

  • જેને માટે આપે સત્તાવારા વેબસાઈટ ( http://www.mudra.org.in/) પર જવાનું રહેશે
  • અહીંથી આપને લોન માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • શિશૂ લોન માટે ફોર્મ અલગ છે, જ્યારે કિશોર અને તરૂણ લોન માટે સરખા ફોર્મ છે.
  • 2 પાસપોટ ફોટો લગાવો
  • ફોર્મ ભર્યા બાદ કોઈ પણ બેંકમાં જમા કરાવો, બધી પ્રક્રિયા પુરી કરો
  • બેંકના મેનેજર આપને કામ સંબંધિત જાણકારી માગશે. એ આધારે આપની લોન મંજૂર થશે.

READ ALSO

Related posts

Train/ ઘરેથી નીકળતા પહેલા જાણી લો કેન્સલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનોનું લિસ્ટ, આજે આટલી થઇ રદ

Damini Patel

BIG NEWS: ભાજપમાં જોડાવા બાબત! બળવાખોર શિંદે જૂથના ધારાસભ્યોમાંં મતભેદો, કેટલાક બળવાખોરોને આગમી ચૂંટણીનો ડર

pratikshah

ઓલા ઈલેક્ટ્રીકની ઓફિસમાં ઘૂસ્યા કૂતરા, એકે સોફા પર બેસીને ‘સ્વેગ’ બતાવ્યું; તો CEOએ કર્યું આવું કામ

Damini Patel
GSTV