પંજાબ નેશનલ બેન્ક (PNB) ગ્રાહકોની સમસ્યાઓ દૂર કરવા માટે PIHU ઇન્સટન્ટ હેલ્પની સુવિધા લઇને આવી છે. આ સુવિધા દ્વારા ગ્રાહક પોતાની તમામ મુશ્કેલીઓનું સમાધાન લાવી શકે છે. PNB ચેટબૉટ ફીચર દ્વારા તમે બેન્કિંગ સાથે સંબંધિત તમામ પરેશાનીઓનો જવાબ મેળવી શકો છો. PIHUની સુવિધા ગ્રાહકોને PNB વન અને ઇન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મ પર મળશે. આ એપ્લિકેશન ગ્રાહકોને ઇન્સટન્ટ હેલ્પ પૂરી પાડશે અને ગ્રાહક સેવાની સુવિધામાં સુધાર કરશે.

PNBએ કર્યુ ટ્વીટ
પંજાબ નેશનલ બેન્કે ટ્વીટ કરીને ગ્રાહકોને ઇન્સટન્ટ હેલ્પલાઇનની સુવિધા વિશે જણાવ્યું છે. બેન્કે ટ્વીટમાં લખ્યું કે PNB ગ્રાહકોને સમસ્યાઓ દૂર કરવા માટે PIHUની સુવિધા લઇને આવી છે.

શું તમે PIHU થી બેન્કિંગ ટ્રાન્જેક્શન કરી શકો છો?
આ સમયે PIHU દ્વારા તમે ફક્ત સવાલોનો જવાબ મેળવી શકો છો. તેમાં તમને રિટેલ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સાથે સંબંધિત સવાલોનો જવાબ મળશે.

PIHU પર જો સવાલોનો જવાબ ન મળે તો?
જો તમને PIHU ઇન્સટન્ટ હેલ્પલાઇન પર સવાલોના જવાબ ન મળે તો તમે care@pnb.co.in પર જઇને તમારા સવાલને મેલ કરી શકો છો. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 18001802222 પર કૉલ કરી શકો છો. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ સાથે સંબંધિત સમસ્યાઓ માટે તમે ટોલ ફ્રી નંબર 18001802345 પર કૉલ કરી શકો છો. આ ઉપરાંત creditcardpnb@pnb.co.in પર મેલ કરી શકો છો.
જો PNB કસ્ટમર્સ ન હોય તો PIHUનો ઉપયોગ કરી શકાય?
તમે ઇન્ટરનેટ બેન્કિંગના પ્રી લોગઇન પેજથી PIHUનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે બેન્કના ગ્રાહક હોવુ જરૂરી નથી.

જુનિયર SF એકાઉન્ટની પણ સુવિધા આપે છે બેન્ક
જણાવી દઇએ કે તાજેતરમાં જ પંજાબ નેશનલ બેન્ક બાળકો માટે એક ખાસ સુવિધા લઇને આવી છે. આ સુવિધાનું નામ પીએનબી જુનિયર એકાઉન્ટ છે. બેન્ક આ સેવિંગ ફંડ એકાઉન્ટને ખાસ બાળકો માટે લાવી છે, જેથી બાળકને બાળપણથી જ સેવિંગ કરવાની આદત પડે. આ ખાતા પર બેન્ક બાળકોને અનેક ખાસ સુવિધાઓ આપે છે.
Read Also
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ