આ ઑફરનો લાભ લેવા માટે, તમારે ફક્ત પી.એન.બી. માં માય સેલેરી એકાઉન્ટ (PNB My Salary Account) ખોલાવું પડશે. આ પગાર ખાતું ખોલાવતાં, તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે અને વ્યક્તિગત અકસ્માત વીમા સાથે સ્વીપની સુવિધા પણ મળે છે.

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) નોકરિયાત લોકો માટે વિશેષ ઑફર લઈને આવી છે. આ ઑફર હેઠળ, જો તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ, બેંક તમને લાખો રૂપિયા આપી શકે છે. આ ઑ ફરનો લાભ લેવા માટે, તમારે ફક્ત પી.એન.બી. માં પી.એન.બી. માય સેલેરી એકાઉન્ટ ખોલાવવું પડશે. આ પગાર ખાતું ખોલાવતાં, તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે અને વ્યક્તિગત અકસ્માત વીમા સાથે સ્વીપની સુવિધા પણ મળે છે. ચાલો તેના વિશે જાણીએ.
પી.એન.બી. માય સેલેરી એકાઉન્ટ ખોલાવતાં, ગ્રાહકોને ઘણાં લાભ મળે છે. ખાતા ધારકોને 20 લાખ સુધીનો અકસ્માત વીમો સાથે 3 લાખ રૂપિયા સુધીની ઓવરડ્રાફટ સુવિધા પણ મળશે. આ એકાઉન્ટ કેન્દ્ર/ રાજ્ય સરકાર / પીએસયુ / ગવર્મેન્ટ – સેમી ગવર્મેન્ટ કોર્પોરેશન / MNCs / પ્રખ્યાત સંસ્થાઓ, કોર્પોરેટ અથવા શિક્ષણ સંસ્થાઓ માં કામ કરનારા રેગ્યુલર કર્મચારીઓ ખાતું ખોલાવી શકે છે. જો કે, કરાર ધોરણે કામ કરતા કર્મચારીઓ આ ખાતું ખોલવા માટે પાત્ર રહેશે નહીં.
ખાતું શૂન્ય બેલેન્સથી પણ ખોલાવી શકાય છે
પીએનબીએ માય સેલરી એકાઉન્ટને ચાર કેટેગરીમાં વહેંચ્યું છે. સિલ્વર, ગોલ્ડ, પ્રીમિયમ અને પ્લેટિનમ. તે વેતન પગાર ધોરણના આધારે વહેંચાયેલું છે. દર મહિને 10,000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધીના પગારવાળા ને સિલ્વર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. 25001 થી 75000 રૂપિયા વાળાને ગોલ્ડ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, જેમને 75,001 થી 1,50,000 રૂપિયા વાળને પ્રીમિયમ અને જેમને 1,50,001 રૂપિયાથી વધુ પગાર મળે છે, તેમને પ્લેટિનમ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.
આ એકાઉન્ટ શૂન્ય બેલેન્સથી પણ શરૂ કરી શકાય છે. આ ખાતામાં ન્યૂનતમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ રાખવાની જરૂર નથી.
3 લાખ ઓવરડ્રાફટની સુવિધા
પીએનબી માય સેલરી ખાતું ખોલાવતા ખાતા ધારકોને ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે. સિલ્વર કેટેગરીના ખાતાધારકોને રૂ. 50,000 ગોલ્ડ કેટેગરીના ખાતાધારકોને રૂ. 1,50,000, પ્રીમિયમ કેટેગરીના ખાતાધારકોને રૂ. 2,25,000 અને પ્લેટિનમના લોકોને 3 લાખ સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે.
આ યોજના અંતર્ગત ખુલ્લા ખાતામાં સ્વીપ સુવિધા પણ આપવામાં આવે છે. સિલ્વર કેટેગરીમાં રૂપે ક્લાસિક/પ્લેટિનમ કાર્ડ (RuPay Classic/Platinum Card) મળશે અને એન્યુઅલ મેન્ટેનેન્સ ચાર્જ લાગશે. તે જ સમયે, ગોલ્ડ, પ્રીમિયમ અને પ્લેટિનમ કેટેગરીમાંના લોકોને રૂપે પ્લેટિનમ કાર્ડ ( RuPay Platinum Card) મળશે, જેના પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
ALSO READ
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી