GSTV

ઓ બાપ રે! મિનિમમ બેલેન્સ નહીં રાખનારા ગ્રાહકો પાસેથી આ બેંકે વસૂલ્યો અધધ ચાર્જ, આટલામાં તો 340 કિલો સોનુ આવી જાય

બેલેન્સ

Last Updated on September 21, 2021 by Bansari

શું તમારા બેન્ક એકાઉન્ટમાં ક્યારેય મિનિમમ બેલેન્સથી પણ ઓછી રકમ જમા રહી છે? જો આવું થયું હોય તો બેંકે તમારા એકાઉન્ટમાંથી કેટલાંક રૂપિયા કાપી લીધા હશે. મિનિમમ બેલેન્સ કાપીને બેંક કરોડો રૂપિયા જમા કરી રહી છે. જી હા, તાજેતરમાં મળેલી જાણકારી અનુસાર જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB)એ ગત નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકો પાસેથી ચાર્જીસ તરીકે 170 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

હકીકતમાં માહિતીના અધિકાર (RTI) અંતર્ગત માગવામાં આવેલી જાણકારી આપતા બેંકે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2019-20માં બેંકે આ ચાર્જીસ દ્વારા 286.24 કરોડ રૂપિયાની રકમ વસૂલવાનું કામ કર્યુ. બેંક કોઇ નાણાકીય વર્ષમાં આ પ્રકારના ચાર્જીસ ક્વાર્ટરના આધારે લગાવે છે.

pnb

ગત નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બેંકે ક્વાર્ટર એવરેજ બેલેન્સ રૂપે 35.46 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. આ ચાર્જની વાત કરીએ તો તે બચત અને ચાલુ બંને ખાતા પર લગાવવાનું કામ બેંક તરફથી કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં બેંકે આ પ્રકારના કોઇ ચાર્જીસ લગાવ્યા ન હતાં. ત્યાં ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બેંકે આ પ્રકારના ચાર્જીસ તરીકે અનુક્રમે 48.11 કરોડ રૂપિયા અને 86.11 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

મધ્યપ્રદેશના સામાજિક કાર્યકર ચંદ્રશેખર ગૌરે આરટીઆઈ હેઠળ બેંક પાસેથી આ અંગે માહિતી માંગી હતી. આ સિવાય બેન્કે ગત નાણાકીય વર્ષમાં એટીએમ ચાર્જના રૂપમાં 74.28 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. 2019-20માં બેંકે આ ફીમાંથી 114.08 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરકારની સૂચનાઓને અનુસરીને બેન્કે એટીએમ ફી માફ કરી દીધી હતી. અન્ય સવાલના જવાબમાં બેંકે કહ્યું કે 30 જૂન, 2021 સુધીમાં 4,27,59,597 ખાતા નિષ્ક્રિય હતા. તે જ સમયે 13,37,48,857 એકાઉન્ટ સક્રિય હતા.

બેલેન્સ

આટલી રકમમાં કેટલા કિલો સોનું ખરીદી શકાય

જો તમે અત્યારે સોનાની કિંમત પર નજર નાખો, તો તે 10 ગ્રામ દીઠ લગભગ 48 હજાર રૂપિયા છે. આ મુજબ, જો 170 કરોડ રૂપિયાનું સોનું ખરીદવામાં આવે તો 340 કિલોથી વધુ સોનું ખરીદી શકાય. નાની બાબતોમાંથી પૈસા કાપીને બેંક કેટલા રૂપિયા એકત્ર કરે છે તે વિચારવા જેવી બાબત છે.

Read Also

Related posts

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari

UP MEIN SAB BA/રવિ કિશનનું રેપ સોન્ગ ‘યુપી મેં સબ બા’ રિલીઝ, યુટ્યુબ પર મચાવી રહ્યું છે ધૂમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!