GSTV

Alert! દેશની આ સરકારી બેન્કમાં 1 ડિસેમ્બરથી ATM ના નિયમોમાં થશે ફેરફાર, ગ્રાહકો પર પડશે સીધી અસર

ATM

દેશની સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (PNB) 1 ડિસેમ્બરથી એટીએમમાંથી કેશ કાઢવાની રીતમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. PNB એ ગ્રાહકોને સારી બેન્ક ફેસિલિટી અને ફ્રોડ એટીએમ ટ્રાંજેક્શનથી બચાવવા માટે આ પગલુ ભર્યું છે. બેન્ક વન ટાઈમ પાસવર્ડ આધારિત કેશ વિડ્રોઅલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. આ નવી પ્રણાલી 1 ડિસેમ્બર 2020 થી શરૂ થશે. જે હેઠળ એટીએમમાંથી કેશ કાઢવા માટે તમારે બેન્કમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી જણાવવાનો રહેશે. આ નિયમ 10 હજાર રૂપિયાથી વધારેના કેશ ટ્રાંજેક્શન પર લાગુ થશે. બેન્કે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.

કેશ નિકાસી હવે OTP બેસ્ડ હશે

PNB ના ટ્વીટ પ્રમાણે 1 ડિસેમ્બરથી રાત્રે 8 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યાની વચ્ચે PNB 2.0 ATM માંથી એક વખતમાં 10 હજાર રૂપિયાથી વધારે કેશ નિકાસી હવે OTP બેસ્ડ હશે. એટલે આ નાઈટ અવર્સમાં 10 હજાર રૂપિયાથી વધારેની રકમ કાઢવા માટે PNB ગ્રાહકોને OTP ની જરૂરિયાત હશે. તેથી ગ્રાહક પોતાનો મોબાઈલ સાથે લઈને જશે.

જાણો શું છે PNB 2.0

જણાવી દઈએ કે, પંજાબ નેશનલ બેન્કમાં યૂનાઈટેડ બેન્ક ઓફ ઈંડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ મર્જ થઈ ચૂકી છે. જે 1 એપ્રિલ 2020 થી પ્રભાવમાં આવી છે. ત્યારબાદ જે એંટિટી અસ્તિત્વમાં આવી છે. તેને PNB 2.0 નામ આપવામાં આવ્યું છે. બેન્કના ટ્વીટ અને મેસેજમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ઓટીપી બેસ્ડ કેશ વિડ્રોઅલ PNB 2.0 ATM માં જ લાગુ થશે. એટલે OTP બેસ્ડ કેશ નિકાસી સુવિધા PNB ડેબિટ/ATM કાર્ડથી અન્ય બેન્ક ATM માંથી પૈસા કાઢવા પર લાગુ થશે નહી.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ

  • PNB એટીએમમાંથી પૈસા કાઢવા માટે બેન્ક તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલશે.
  • આ OTP માત્ર એક જ ટ્રાંજેક્શન પર કામ કરશે.
  • આ નવી પ્રણાલીથી કેશ કાઢવાની હાજર પ્રક્રિયા પર કોઈ અસર પડશે નહી.
  • બેન્કનું કહેવું છે કે, તેના ખોટા કાર્ડ્સથી થનાર ગેરકાયદેસર ટ્રાંજેક્શન્સને રકી શકાશે.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!