GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આ બેન્કના કરોડો ખાતાધારકોને મોટો ઝટકો! તમારુ પણ બચત ખાતુ હશે તો આજથી…

Bank

દેશની બીજી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કે (Punjab National Bank-PNB) પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આજથી એટલે કે 1 જુલાઇથી બેન્કના કરોડો ખાતાધારકોને હવે સેવિંગ એકાઉન્ટ (Reduced Interest on Saving Account) પર ઓછુ વ્યાજ મળશે. પંજાબ નેશનલ બેન્કે પોતાના સેવિંગ એકાઉન્ટ્સ પર વ્યાજ દરો ઘટાડી દીધાં છે.

જણાવી દઇએ કે બેન્કે રેપો રેટથી લિંક્ડ લેંડિંગ રેટ (RLLR)માં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. તે બાદ બેન્કમાં RLLR 6.65 ટકા થઇ ગયો છે, જે પહેલાં 7.05 ટકા હતો.

1 જુલાઇથી બેન્કના બચત ખાતા પર વધુમાં વધુ 3.25 ટકા વાર્ષિક વ્યાજ મળશે. PNBના બચત ખાતામાં 50 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 3 ટકા વાર્ષિક અને 50 લાખથી વધુ બેલેન્સ પર વાર્ષિક 3.35 ટકા વ્યાજ મળશે. તેની પહેલાં દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ અને કોટક મહિન્દ્રા બેન્કે પણ બચત ખાતાના વ્યાજમાં ઘટાડો કર્યો હતો.

PNBની ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતા પર મળશે આટલું વ્યાજ

PNB તરફથી જારી નિવેદન અનુસાર બેન્કે સેવિંગ એકાઉન્ટ્સ પર વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. બેન્કના સેવિંગ એકાઉન્ટ પર 3.35 ટકાનુ વ્યાજ મળશે જે પહેલા 3.75 ટકા હતું. PNBના બચત ખાતામાં 50 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર વાર્ષિક 3 ટકા વ્યાજ મળશે. સાથે જ PNBના બચત ખાતામાં 50 લાખથી વધુના બેલેન્સ પર વાર્ષિક 3.25 ટકાનું વ્યાજ મળશે.

PNB ફિક્સ્ડ ડિપોઝિટ પર મળે છે આટલું વ્યાજ

1થી 2 વર્ષથી ઓછા સમય પર 5.10 ટકા

2થી 3 વર્ષથી ઓછા સમય પર 5.10 ટકા

3થી 5 વર્ષથી ઓછા સમય પર 5.30 ટકા

5 વર્ષની એફડી પર 5.40 ટકા

5થી 10 વર્ષની એફડી પર 5.40 ટકા

Read Also

Related posts

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel

RBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી ચેક ભરતી વખતે રાખજો આ ધ્યાન

Mansi Patel

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!