GSTV
Business Trending

FREEમાં 2 લાખ રૂપિયાનો ફાયદો કરાવી રહી છે આ બેંક, તમારુ પણ ખાતુ હોય તો અત્યારે જ બ્રાન્ચ પર પહોંચી જાઓ

બેંક

જો તમારુ પણ એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)માં હોયતો જણાવી દઇએ કે બેંક તમને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. હકીકતમાં PNB પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધી ફ્રી ઇન્શ્યોરન્સ આપી રહી છે. બેંક, આ સુવિધા જન ધન એકાઉન્ટના ખાતાધારક ને આપી રહી છે. આ ઉપરાંત ગ્રાહક બેંક તરફથી અનેક સુવિધાઓનો લાભ પણ લઇ શકે છે. તો ચાલો આ વિશે જાણીએ….

ફ્રીમાં મળશે 2 લાખનો લાભ

તમને જણાવી દઈએ કે PNB Rupay Jandhan Cardની સુવિધા બેંક દ્વારા જન ધન ગ્રાહકોને આપવામાં આવે છે. આ કાર્ડ પર બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના એક્સિડેંટલ ઇન્શ્યોરન્સ કવરની સુવિધા આપી રહી છે. રૂપેય કાર્ડની મદદથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

PNB-bank

PMJJBY માત્ર 330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો લાભ

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) નું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજના હેઠળ, વ્યક્તિને જીવન કવર મળે છે. જો વીમાધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBY યોજના ખૂબ ઓછા પ્રીમિયમમાં જીવન વીમો પૂરી પાડે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એક યોજના છે, જેના હેઠળ ખાતાધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે.

રેલવે

અટલ પેન્શન યોજના

કેન્દ્ર સરકારે ઓછા રોકાણ પર પેન્શનની ગેરેન્ટી આપવા માટે અટલ પેન્શન યોજના શરૂ કરી છે. અટલ પેન્શન યોજના હેઠળ સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ગેરેન્ટી આપે છે. સરકારની આ યોજનામાં 40 વર્ષ સુધીની વ્યક્તિ અરજી કરી શકે છે.

Read Also

Related posts

વૈશ્વિક મોંઘવારી/ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનનું અર્થતંત્ર પણ મંદીના ભરડામાં

Hardik Hingu

Oppo Reno 7 સ્માર્ટ ફોનની કિંમતમાં થયો મોટો ઘટાડો, ધાંસૂ ફિચર્સ સાથેનો ફોન હવે આ કિંમતમાં ખરીદી શકાશે

Hardik Hingu

39 વર્ષની ઉંમરે Dale Steynએ અનોખો કારનામું કર્યું, ક્રિકેટબોલ નહીં પરંતુ આ સ્ટંટમાં અજમાવ્યો પોતાનો હાથ: વીડિયો જોઈને ચોંકી જશો

Binas Saiyed
GSTV