GSTV

લોકડાઉનમાં ખુશખબરી! માત્ર 1 કલાકમાં લોન મેળવવી હોય તો આ બેંકો આપી રહી છે ઝડપી સેવા

યુવક

હાલમાં કોરોના સંક્રમણ સમયે ગમે ત્યારે પૈસાની જરૃર પડી શકે છે. એવું નથી કે લોકડાઉન છે એટલે પૈસાની જરૃર નથી. હાલમાં પંજાબ નેશનલ બેંકે નવી હોમ લોન ધિરાણ સેવા ચાલુ કરી છે. જેમાં ફક્ત 1 જ કલાકમાં તમારા ખાતામાં પૈસા આવી જાય છે. પંજાબ નેશનલ બેંકે આ નવી સર્વિસને PSB Loan in 59 minutes નામ આપ્યું છે. જો તમે ઘર, વાહન, વ્યવસાય અથવા કોઈપણ વ્યક્તિગત કાર્ય માટે પી.એન.બી. પાસેથી લોન લેવાની ઇચ્છા હોય તો હવે એ કામ આસાન થઈ જશે. 59 મિનિટમાં પીએસબી લોન્સ દ્વારા સરળ શરતો પર લોન આપવામાં આવી રહી છે. જો તમે ઘરે બેસીને એક કલાક કરતા પણ ઓછા સમયમાં લોન લેવા માંગતા હો, તો તમારે પી.એન.બી. ની

આ વેબસાઇટની મુલાકાત લો

psbloansin59minutes.com/pnb ની લોન ધિરાણ વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ વેબસાઇટમાં તમારે તમારી માહિતી અપલોડ કરવાની રહેશે. માહિતી અપલોડ કર્યા પછી, તમારા ફોન પર એક ઓટીપી જનરેટ થશે. આ ઓટીપી નાંખ્યા પછી તુરંત જ તમારી સામે જ લોનની પ્રક્રિયા શરૂ થશે. અહીં તમારે લોનની રકમ અને તમે કઈ વસ્તુ હેઠળ લોન લઈ રહ્યા છો તે વિશે માહિતી આપવી પડશે. આ સિસ્ટમ તમને તમારી એપ્લિકેશનનો અભ્યાસ કર્યા પછી તમને બ્રાંચ સાથે જોડી દેશે. થોડા સમય પછી તમને લોન મંજૂરી અથવા નામંજૂર વિશે માહિતી મળશે.

સામાન્ય લોકોને પણ આ યોજનામાં જોડી રહી છે

નોંધનીય છે કે પીએનબીએ ઉદ્યોગપતિઓ માટે પહેલી કલાકની લોન યોજના શરૂ કરી હતી. પરંતુ લોકડાઉનને કારણે હવે સામાન્ય લોકોને પણ આ યોજનામાં જોડી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા પણ ઇન્સ્ટન્ટ લોન યોજના આપી રહ્યા છે.

READ ALSO

Related posts

આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, અંતિમયાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાશે

Nilesh Jethva

અશ્લીલતાનું પ્રદર્શન કરતા ટૂંકા વસ્ત્રોમાં નહીં મળે મંદિરમાં પ્રવેશ, શિરડી સાંઈબાબા મંદિરમાં નક્કી કરાયો ડ્રેસ કોડ

Pravin Makwana

અન્નદાતા રસ્તા પર ધરણા કરી રહ્યા છે ત્યારે ટીવી પર જુઠ્ઠાણા ચાલી રહ્યા છે, અહંકારની ખુરશી પરથી ઉતરી ખેડૂતોને તેમનો અધિકાર આપો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!