GSTV
Home » News » PNB કૌભાંડ બાદ આ બેન્કે ગુજરાતમાં આશરે રૂ. 40 કરોડની પ્રોપર્ટી વેચવા કાઢી

PNB કૌભાંડ બાદ આ બેન્કે ગુજરાતમાં આશરે રૂ. 40 કરોડની પ્રોપર્ટી વેચવા કાઢી

આંધ્ર બેન્કે ગુજરાતમાં આશરે રૂ. 40 કરોડની પ્રોપર્ટી વેચવા કાઢી છે. પીએનબીને રૂ. 11,400 કરોડનો ચૂનો લગાવનાર નિરવ મોદીએ સમગ્ર બેન્કિંગ સેકટરને દોડતુ કરી દીધુ છે. જાહેર ક્ષેત્રની બેન્કોએ હવે મોટી તો ઠીક, પરંતુ નાની બેન્કોએ પ્રોપર્ટીને પણ વેચીને એનપીએ ઘટાડી શકાય તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ બેન્કોને રિવકરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. આવી જ એક સરકાર હસ્તકની બેન્ક આંધ્ર બેન્કે ગુજરાતમાં જેની અસલ મૂડી સહિત વ્યાજ બાકી છે તેવા પાસેથી આશરે રૂ. 40 કરોડની ઉઘરાણી કરવા માટે પ્રોપર્ટીને ઇ-ઓકશનમાં મુકીને બીડ મંગાવ્યા છે. વસૂલાતની રકમ માટે અનામત કિંમતને ધ્યાનમાં લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આવી પ્રોપર્ટીમાં અમદાવાદમાં સૌથી વધુ 51 પ્રોપર્ટી છે, જ્યારે બીજા ક્રમે 42 પ્રોપર્ટી સાથે સુરત આવે છે. આંધ્ર બેન્ક દ્વારા જે શહેરની પ્રોપર્ટી માટે બીડ મંગાવવામાં આવ્યા છે. તેમાં અમદાવાદ, સુરત સહિત અંક્લેશ્વર, ભરૂચ, વલસાડ, ભાવનગર, દાદરા, હિંમતનગર, જૂનાગઢ, નડીયાદ, નવસારી, વેરાવળ, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પ્રોપર્ટીની સંખ્યા વધુ છે તો તેની તુલનામાં સુરતમાં પ્રોપર્ટી મુલ્ય વધારે છે.

Related posts

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah

CAAના સમર્થનમાં ઉતર્યા રાજ ઠાકરે, બોલ્યા-PAK અને બાંગ્લાદેશનાં ઘુસણખોરોને ફેંકો બહાર

Mansi Patel

શરદ પવારે કર્યો ખુલાસો, મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખી શિવસેનાને કેમ સાથ આપ્યો ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!