GSTV

PNBની ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર: હોમ-ઓટો લોન ગ્રાહકો માટે માફ કર્યા આ ચાર્જીસ, મળશે મોટો ફાયદો

Last Updated on September 17, 2021 by Zainul Ansari

તહેવારોની સીઝનમાં સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (PNB)એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. PNB એ ગ્રાહકો માટે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર લોન્ચ કરી છે. ફેસ્ટિવલ ઓફર અંતર્ગત, બેન્ક પોતાની રિટેલ પ્રોડક્ટ્સ જેમ કે હોમ લોન, ઓટો લોન, પ્રોપર્ટી લોન, પર્સનલ લોન, પેન્શન લોન અને ગોલ્ડ લોન પર તમામ સર્વિસ ચાર્જીસ અથવા પ્રોસેસિંગ ચાર્જીસ માફ કર્યા છે.

PNB સસ્તા વ્યાજદરે લોન ઓફર કરી રહ્યું છે. PNB 6.80% વ્યાજના હિસાબે હોમ લોન અને 7.15% વ્યાજદર પર કાર લોન આપી રહ્યું છે. બેંક સામાન્ય જનતાને 8.95% વ્યાજદરે પર્સનલ લોન પણ આપી રહી છે જે ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછું વ્યાજદર છે. બેંકે આકર્ષક વ્યાજદર પર હોમ લોન ટોપ-એ આપવાની પણ જાહેરાત કરી છે.

બેંક

ક્યાં સુધી લઇ શકો છો લાભ

ગ્રાહકો દેશભરની કોઈપણ PNBની કોઈપણ શાખાના માધ્યમથી અથવા ડિજિટલ ચેનલોના માધ્યમથી 31 ડિસેમ્બર 2021 સુધી ઉપલબ્ધ રોમાંચક ઓફરનો લાભ લઇ શકે છે.

મહામારીની આડઅસરો છતાં, PNB પોતાના ગ્રાહકો માટે અનુકૂળ ઉત્પાદન, પ્રોત્સાહન અને બેન્કિંગ સેવાઓમાં સરળતા આપવા માટે પ્રતિબંદ્ધ છે. બેંકનું માનવું છે કે તેનાથી ગ્રાહકોના ક્રેડિટ પોર્ટફોલિયોને બુસ્ટ મળશે અને કસ્ટમર સ્પેન્ડિંગ માં વધારો થશે.

જણાવી દઈએ કે ફેસ્ટિવ ઓફરમાં બેંક હોમલોન, ઓટો લોન, પ્રોપર્ટી લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન જેવી રિટેલ પ્રોડક્ટથી બેંક સર્વિસ ચાર્જ, પ્રોસેસિંગ ચાર્જીસ, ડોક્યુમેન્ટેશન ચાર્જ રદ્દ કરી દીધા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / વધારે પડતુ વિચારવાની આદત બનાવી શકે છે તમને માનસિક રોગી, જાણો કેવી રીતે મેળવવો છુટકારો…?

Zainul Ansari

પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, બદલી નાંખે છે કિસ્મત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!