GSTV
Gujarat Government Advertisement

ફટાફટ કરો/ સસ્તામાં મકાન અને દુકાન ખરીદવાની તક આપી રહી છે આ બેન્ક, બસ આજ નો જ દિવસ

Last Updated on May 12, 2021 by Damini Patel

જો તમે મકાન, દુકાન અથવા પ્રોપર્ટી ખારીવાનો પ્લાન બનાવી રહ્યા છો, પરંતુ બજેટમાં કારણે આ સપનું પૂરું નથી થઇ રહ્યું તો ટેન્શન લેવાની જરૂરત નથી. તમારા માટે દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક એક સારો અવસર લઈને આવી છે. પીએનબી 12 મેથી રેસીડેન્સીયલ અને કોર્પોરેટ પ્રોપર્ટીની નીલામી કરશે. એનાથી તમે સસ્તામાં પ્રોપર્ટી ખરીદી શકો છો.

આ વાતની જાણકારી પીએનબી તરફથી એક ટ્વીટમાં આપવામાં આવી. ટ્વીટમાં પીએનબીએ જણાવ્યું કે, PNB e-Auction 12 મે 2021ના રોજ થશે. એમાં ભાગ લેવા માટે તમે e-Bikray Portal (https://ibapi.in) પર વિઝીટ કરી શકો છો. આ લોગઈન કરી પોતાને રજીસ્ટર્ડ કરો. આ દિવસોમાં કોરોનાના કહેરના કારણે સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થશે.

કેટલી પ્રોપર્ટી માટે બોલી

પીએનબી તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ 10,902 રેસીડેન્સીયલ પ્રોપર્ટી, 2469 કમર્શિયલ પ્રોપર્ટી, 1241 ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી, 70 એગ્રિકલચર પ્રોપર્ટી ઉપલબ્ધ હશે. ઇચ્છુક બાયર્સ પોતાના શહેર અનુસાર પસંદ કરી શકો છો. વધુ જાણકારી માટે https://ibapi.in/ લિંક પર ક્લિક કરો.

ડિફોલ્ટર પ્રોપર્ટીની થાય છે હરાજી

બેંકો તરફથી હરાજી કરવામાં આવતી પ્રોપર્ટી એવી છે જે પ્રોપર્ટીના અસલી માલિકે કોઈ કારણસર લોન ચૂકવી હોતી નથી. એવામાં બેન્ક એ સંપત્તિને જપ્ત કરી લે છે અને નુકસાનની ચુકવણી કરે છે. એને લઇ હરાજીમાં તમને સસ્તી પ્રાઈઝમાં પ્રોપર્ટી ખરીદવાનો મોકો મળે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!