GSTV

PNB ગ્રાહકો માટે મોટા સમાચાર, એક બેક એકાઉન્ટ પર લઈ શકશો ત્રણ ડેબિડ કાર્ડ, જાણો શું છે પ્રક્રિયા

દેશની તમામ બેંકો પોતાના ગ્રાહકોના એક એકાઉન્ટ ઉપર એક જ એટીએમ-ડેબિટ કાર્ડ આપે છે. તેને બીજા શબ્દોમાં સમજવા જઈએ તો એક ડેબિટ કાર્ડથી એક જ બેંક એકાઉન્ટ લીંક થાય છે. પંજાબ નેશનલ બેંકે આ વ્યવસ્થાને જળમૂળમાંથી બદલનારો નિર્ણય કર્યો છે. પીએનબીની ઓફિશીયલ વેબસાઈટ ઉપર ગ્રાહકોને એડઓન કાર્ડ અને એડઓન એકાઉન્ટના નામથી બે સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવી છે. આ સુવિધાઓ હેઠળ ગ્રાહક એક ડેબિટ કાર્ડથી ત્રણ અલગ અળગ બેંક એકાઉન્ટ લીંક કરાવી શકે છે. એક બેંક એકાઉન્ટ ઉપર ત્રણ ડેબિટ કાર્ડ પણ લઈ શકો છો.

માત્ર નજીકના પરિવારજનોને આપવામાં આવશે એડઓન ડેબિટ કાર્ડ

પીએનબીના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી એડઓન કાર્ડ ફેસિલિટી હેઠળ એક બેંક એકાઉન્ટ ઉપર ત્રણ ડેબિડ કાર્ડ લઈ શકો છો. તો એડઓન એકાઉન્ટ ફેસિલિટી હેઠળ એક ડેબિટ કાર્ડથી ત્રણ એકાઉન્ટ લિંક કરાવી શકો છો. એડઓન કાર્ડ ફેસિલિટી હેઠળ ગ્રાહક પોતાના બેંક એકાઉન્ટ ઉપર પોતાના માટે જાહેર થનારા ડેબિટ કાર્ડ સિવાય પરિવારના સદસ્યો માટે 2 એડઓન કાર્ડ લઈ શકે છે. તેમાં માત્ર માતા-પિતા, પતિ-પત્નિ, કે બાળકોનો સમાવેશ કરવામાં આવ્યોછે. આ તમામ કાર્ડની મદદથી મેન એકાઉન્ટમાં રકમ ઉપાડી શકાશે.

પીએનબી એટીએમ ઉપર ત્રણ એકાઉન્ટથી થઈ શકશે લેણદેણ

એક ડેબિટ કાર્ડથી ત્રણ બેંક એકાઉન્ટ લીંક કરવાની સુવિધા સીમિત છે. આ સુવિધા હેઠળ કાર્ડ જાહેર કર્યા બાદ એક સમયે એક જ કાર્ડ ઉપર ત્રણ બેંક એકાઉન્ટ્સ લિંક કરાવી શકાય છે. તેમાં એક મેન એકાઉન્ટ હશે અને બે અન્ય એકાઉન્ટ હશે. પીનીબીની ઓફિશીયલ વેબસાઈટ પ્રમાણે, આ ત્રણ એકાઉન્ટ્સમાં કોઈને પણ એકી સાથે એક ડિબેટ કાર્ડના માધ્યમથી ટ્રાંજેક્શન કરી શકાય છે. જો કે, આ સુવિધા માત્ર પીએનબીના એટીએમ ઉપર ઉપલબ્ધ રહેશે. કોઈ બીજા બેંકના એટીએમનો ઉપયોગ કરવા ઉપર મેન એકાઉન્ટમાંતી જ ટ્રાંજક્શન થશે. તો બેંક એકાઉન્ટ્સ પીએનબીની કોઈ પણ સીબીએસ બ્રાંચમાં થઈ શકે છએ. પરંતુ આ ત્રણે એકાઉન્ટ એક જ વ્યક્તિના નામ ઉપર હોવા જોઈએ.

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!