GSTV

PNB ના ગ્રાહકો 31 માર્ચ બાદ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે, જો આ કામ નહીં કર્યું તો…

PNB-bank

જો તમારું એકાઉન્ટ દેશની બીજી સૌથી મોટી બેંક PNB (પંજાબ નેશનલ બેંક) માં છે, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કારણ કે PNB બેંકે એક નિવેદન જાહેર કર્યું છે કે, જૂના આઈએફએસસી / એમઆઈસીઆર કોડને બદલી દેવામાં આવ્યો છે. આ કોડ 31 માર્ચ 2021 પછી કામ નહીં કરી શકે. જો કોઈ જૂના કોડનો ઉપયોગ કરશે તો પૈસા ટ્રાન્સફર નહીં થઇ શકે. તમને જણાવી દઈએ કે, 1 એપ્રિલ 2020થી બે સરકારી બેંકો ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ (OBC) અને યુનાઈટેડ બેંક ઑફ ઇન્ડિયા (UBI) પંજાબ નેશનલ બેંકમાં મર્જ થઇ ચૂકી છે.

હવે શું થશે?

બેંકનું કહેવું છે કે, OBC, UBI ની જૂની ચેક બુક અને IFSC/MICR કોડ 31 માર્ચ 2021 સુધી કામ કરશે. તમને જણાવી દઇએ કે, 1 એપ્રિલ 2020ના રોજ મર્જર બાદ હજી પણ જૂના IFSC/MICR કામ કરી રહ્યાં છે. ગ્રાહકોએ વધારે જાણકારી માટે 18001802222/18001032222 પર ફોન કરવાનો રહેશે.

શું હોય છે IFSC કોડ?

IFSC કોડનું આખું નામ ઇન્ડિયન ફાઇનાન્સ સિસ્ટમ કોડ (Indian Finance System Code) થાય છે. ભારતમાં બેંકોની સંખ્યા ખૂબ વધારે હોય છે અને આવી સ્થિતિમાં તમામ બેંકોની બ્રાન્ચને યાદ ના રાખી શકાય. એટલાં માટે RBIએ આ પરેશાની દૂર કરવા માટે તમામ બેંકોની બ્રાન્ચને એક કોડ આપ્યો હોય છે. બેંકની કોઇ પણ બ્રાંચને આ કોડને આધારે ટ્રેક કરવામાં આવે છે.

આ કોડ NEFT ધરાવતી શાખાઓની ઓળખ માટે વાપરવામાં આવે છે. આ કોડ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન્સ જેવી કે RTGS (રિયલ ટાઇમ ગ્રોસ સેટેલમેન્ટ), NEFT (નેશનલ ઇલેક્ટ્રિકલ ફંડ ટ્રાન્સફર) અને CFMS (સેન્ટ્રલાઇઝ્ડ ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ) માટે વાપરવામાં આવે છે. કોઇ પણ વ્યક્તિ જ્યારે ફંડ ટ્રાન્સફર કરવા ઇચ્છે છે ત્યારે તેને IFSC કોડની જરૂર પડે છે. જેના કારણે લાભાર્થીના ખાતામાં જ ડાયરેક્ટ પૈસા જમા થઇ જાય છે.

આઈએફએસસી કોડ 11 અંકોનો હોય છે. આઈએફએસસી કોડના પ્રારંભિક ચાર અક્ષરો બેંકનું નામ સૂચવે છે. આઈએફએસસી કોડનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ દરમિયાન થાય છે.

શું હોય છે MICR કોડ?

MICR કોડનું આખું નામ મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકોગ્નિશન (Magnetic Ink Character Recognition) થાય છે. MICR કોડ તમામ ચેકોમાં નીચેની સફેદ લાઇનમાં લખવામાં આવે છે. આ પટ્ટીને માઇકર બેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોડનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન માટે પણ થાય છે. MICR કોડનો ઉપયોગ ટ્રાન્ઝેક્શનની સુરક્ષા વધારવા માટે કરવામાં આવે છે.

MICR કોડમાં ચેકની વિગતો શામેલ હોય છે જેમાં તેના સીરિયલ નંબરનો પણ સમાવેશ થાય છે. આ આંક 9 આંકડાનો હોય છે. જેમાં પ્રથમ ત્રણ આંક સિટી કોડ, બીજા ત્રણ આંક બેંક કોડ અને ત્રીજા ત્રણ આંક બ્રાન્ચ ઓળખવા માટે વાપરવામાં આવે છે.

હવે ક્યાંક રોકડ ઉપાડ પર પ્રતિબંધ તો નહીં લાગે!

બિલકુલ નહીં. બેંકે જણાવ્યું કે, રોકડ ઉપાડની મર્યાદા પહેલાંની જેમ જ રહેશે.

ક્રેડિટ કાર્ડનું શું થશે?

ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઑફ ઈન્ડિયાના ગ્રાહકોનાં કાર્ડ્સ એ જ રીતે કામ કરતા રહેશે. હા, જ્યારે તમારું એક્સપાયર થઇ જશે ત્યારે તમને PNB નામનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

શું PNB ATM એક્સેસ કરી શકાશે?

બેંકે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયાના ગ્રાહકો PNB ના ATM ને વગર કોઇ ચાર્જે એક્સેસ કરી શકશે. જો કે તેમાં RBI દ્વારા જારી કરવામાં આવેલી શરતો લાગુ છે.

READ ALSO :

Related posts

સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!

Sejal Vibhani

ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ

Pritesh Mehta

ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!