GSTV
Gujarat Government Advertisement

PNB બેંક ફ્રોડ કેસ: નીરવ મોદીની કસ્ટડી અવધિ 27 ફેબ્રુઆરી સુધી વધી

Last Updated on January 30, 2020 by Mansi Patel

ભાગેડું હીરા કારોબારી નીરવ મોદીને ગુરૂવારે બ્રિટનની વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં નિયમિત સુનાવણી માટે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 27 ફેબ્રુઆરી સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંકની સાથે લગભગ 2 કરોડ ડોલરની લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગ મામલામાં ભારતમાં વોન્ટેડ છે.

બ્રિટનમાં તેનાં પ્રત્યાર્પણને લઈને સુનાવણી ચાલી રહી છે. વેંડ્સવર્થ જેલમાં કેદ નીરવ મોદી જેલમાંથી વીડિયો લિંક દ્વારા જીલ્લા જજ ડેવિડ રોબિન્સન સામે રજૂ થયા હતા. જજે નીરવ મોદીને કહ્યુ, મને જણાવ્યુકે, તમારો મામલો 11 મેનાં રોજની અંતિમ સુનાવણીનાં નિર્દેશો મુજબ આગળ વધી રહ્યો છે.

તેમણે 28 દિવસ પછી, 27 ફેબ્રુઆરી, કસ્ટડીમાં સુનાવણીની આગામી તારીખ નક્કી કરી છે. નીરવ મોદીના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી 11 મેથી શરૂ થવાની છે અને આશરે પાંચ દિવસ ચાલવાની ધારણા છે. ગત વર્ષે નવેમ્બરમાં ઘરમાં નજરબંધની બાંયધરી આપીને નીરવ મોદીએ જામીન માટે અરજી કરી હતી.

આ અભૂતપૂર્વ ઓફર હતી કારણ કે આતંકવાદના કેસમાં શંકાસ્પદ લોકોને આ પ્રકારે અવરોધ કરવામાં આવે છે. નીરવ મોદીએ એમ પણ કહ્યું હતું કે માર્ચમાં ધરપકડ થયા બાદ વેંડ્સવર્થ જેલમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની માનસિક તબિયત બગડી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!