GSTV
Home » News » આ સરકારી બેન્કમાં ખોલાવો ખાતુ, એક-બે નહી મળશે 3 ડેબિટ કાર્ડ

આ સરકારી બેન્કમાં ખોલાવો ખાતુ, એક-બે નહી મળશે 3 ડેબિટ કાર્ડ

 હંમેશાં બચત ખાતું ખોલાવવા માટે બેંકમાં માત્ર એક ડેબિટ કાર્ડ જારી કરવામાં આવે છે. પરંતુ એક સરકારી બેંક પોતાના બચત ખાતાઓ ખોલવા માટે ત્રણ ડેબિટ કાર્ડ ઓફર કરે છે. હા, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) એ ગ્રાહકોને મોટો ફાયદો આપ્યો છે. બેંકે તેના બચત ખાતાધારકોને ત્રણ ડેબિટ કાર્ડ આપવાનું જાહેર કર્યું છે. પી.એન.બી.એ કહ્યું છે કે, તેનો ઉપયોગ અન્ય પારિવારિક સભ્યો દ્વારા કરી શકાય છે.

ત્રણેય ડેબિટ કાર્ડ્સ એક જ ખાતા સાથે લિંક હશે

બેંકે ટ્વિટ કર્યું છે કે, આ સુવિધા મેળવવા માંગતા તમામ ગ્રાહકો તેમની બેંક શાખા પર જઈ શકે છે અને તેના માટે અરજી કરી શકે છે. બેંક અનુસાર, ખાતાધારકના પરિવારના સભ્ય (માતાપિતા, પત્ની અને બાળકો) વધારાનું કાર્ડ લઈ શકે છે. જો કે, આ કાર્ડ્સમાંથી પૈસા ફક્ત પી.એન.બી.ના એટીએમમાંથી જ વિથડ્રો કરી શકશે. અન્ય બેંકના એટીએમમાં માત્ર પ્રાઈમરી કાર્ડનો જ ઉપયોગ થશે. ગ્રાહકોને જે બે કાર્ડ એક્સ્ટ્રા મળશે તેના પર પ્રાઈમરી કાર્ડ્સ ધારકની માહિતી હશે.

મળશે આ સુવિધા

આ સુવિધા ફક્ત તે ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હશે, જે તેમના કેવાયસી અપડેટ્સ રાખે છે, મિનિમમ બેલેન્સ જાળવી રાખે છે અને હંમેશાં તેના એકાઉન્ટથી પૈસાની લેન – દેન કરે છે.  નવા ગ્રાહકો આ સુવિધા પી.એન.બી.માં બચત ખાતું ખોલાવતી વખતે લઈ શકે છે.  પર્સનલ ડેબિટ કાર્ડ માટે તમે બેંક બ્રાન્ચમાં અરજી કરી શકો છો. આ હેઠળ ગ્રાહકોને રૂપે અને માસ્ટરકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

1 લાખ રૂપિયા સુધી કરી શકશે ફંડ ટ્રાન્સફર

આવા કાર્ડ ધારકો તેના ખાતામાં દરરોજ પી.એન.બી.ના એટીએમમાંથી એક લાખ રૂપિયાનું ફંડ પણ ટ્રાન્સફર કરી શકશે. નામ વગર અને ફોટાવાળા ડેબિટ કાર્ડ બેંક બ્રાન્ચમાં તુરંત જારી કરવામાં આવે છે.

Read Also

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!