GSTV
Business Trending

જલ્દી કરો/ તમારુ પણ PNBમાં એકાઉન્ટ છે તો FREEમાં મળશે 2 લાખનો ફાયદો, આજે જ કરી લો આ કામ

બેંકો

PNB તેના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો ફ્રી ઇન્શ્યોરન્સ આપી રહી છે. બેંક જન ધન ખાતાઓના ખાતાધારકોને આ સુવિધા પૂરી પાડી રહી છે. આ સિવાય ગ્રાહકો બેંકની ઘણી વધુ સુવિધાઓનો પણ લાભ લઈ શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે…

ફ્રીમાં મળશે 2 લાખનો ફાયદો

તમને જણાવી દઈએ કે PNB Rupay Jandhan Cardની સુવિધા બેંક દ્વારા જન ધન ગ્રાહકોને આપવામાં આવે છે. આ કાર્ડ પર બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના એક્સિડેંટલ ઇન્શ્યોરન્સ કવરની સુવિધા આપી રહી છે. રૂપેય કાર્ડની (Rupay Card) મદદથી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

PNB

ટ્રાન્સફર કરવાનો વિકલ્પ

બેસિક સેવિંગ એકાઉન્ટ (Savings Account) ને જન ધન યોજના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ છે. જેમની પાસે Jan Dhan Accouts છે, તેમને બેંકમાંથી RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ, 2018 સુધી ખોલવામાં આવેલા જન ધન ખાતાઓ પર જારી કરવામાં આવેલા RuPay PMJDY કાર્ડ્સ માટે વીમાની રકમ 1 લાખ રૂપિયા હશે. 28 ઓગસ્ટ, 2018 પછી જારી કરાયેલા રૂપે કાર્ડ્સ પર 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ કવર બેનેફિટ મળશે.

ક્લેમ કેવી રીતે કરવો તે જાણો?

તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ વ્યક્તિગત અકસ્માતની પોલીસી ભારતની બહારની ઘટનાને પણ આવરી લે છે. જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા પર વીમાની રકમ મુજબ ક્લેમ ભારતીય રૂપિયામાં ચૂકવવામાં આવશે. કોર્ટના આદેશ મુજબ લાભાર્થી કાર્ડધારક અથવા કાનૂની વારસદારના ખાતામાં નોમિની બની શકે છે.

pnb

આ રીતે ખાતું ખોલાવો

જો તમે તમારું નવું જન ધન ખાતું ખોલવા માંગો છો, તો તમે નજીકની બેંકમાં જઈને આ કામ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે બેંકમાં એક ફોર્મ ભરવાનું રહેશે. નામ, મોબાઇલ નંબર, બેંક શાખાનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, SSA કોડ અથવા વોર્ડ નંબર, ગામનો કોડ અથવા નગર કોડ, વગેરે તેમાં આપવાના રહેશે.

Read Also

Related posts

‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે

Hardik Hingu

ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ

GSTV Web Desk

વૈશ્વિક મોંઘવારી/ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનનું અર્થતંત્ર પણ મંદીના ભરડામાં

Hardik Hingu
GSTV