GSTV

PNB કૌભાંડ : બેન્ક અને નાણા મંત્રાલયએ આદરી કડક ૫ગલાની તૈયારી

Last Updated on February 22, 2018 by

પીએનબી કૌભાંડ બાદ નાણાં મંત્રાલય અને પીએનબી મેનેજમેન્ટ સક્રિય થયું છે. પીએબનીએ નિરવ મોદી વિરૂદ્ધ કડક પગલા ભરવાની તૈયારી કરી છે. પીએનબીએ એક નિવેદનમાં કહ્યું કે નિરવ મોદી વિરૂદ્ધ કાયદાકીય પગલા ભરવામાં આવશે.. નિરવ મોદીએ નકલી એલઓયુના માધ્યમથી 11,400 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું. આ કૌભાંડ પહેલા 280 કરોડનું હતું.  પરંતુ તપાસ બાદ કૌભાંડ 11,400 કરોડનું હોવાનું પ્રકાશમાં આવ્યું. તો બીજી તરફ નાણાં મત્રાલયે બેંકિંગ બોર્ડ ઓફ બ્યૂરોને પત્ર લખી પીએનબી કૌભાંડ મામલે જવાબદારી નક્કી કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર કૌભાંડ બાદ સરકાર આકરા પગલાં ભરાવના મૂડમાં છે. પીએનબી કૌભાંડ મામલે ઈડીએ નિરવ મોદીની નવ જેટલી લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. આ કારની કિંમત કરોડોમાં હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ઈડીએ નિરવ મોદી અને મેહુલ ચોકસીના 90 કરોડથી વધુના શેર અને મ્યૂચ્યુઅલ ફંડને પણ જપ્ત કર્યા છે.

Related posts

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!