GSTV
Home » News » PNB કૌભાંડ: ઈડીએ નિરવ મોદીની મુંબઈ અને પુણેની 21 કરોડની સંપત્તિ જપ્ત કરી

PNB કૌભાંડ: ઈડીએ નિરવ મોદીની મુંબઈ અને પુણેની 21 કરોડની સંપત્તિ જપ્ત કરી

પીએનબી કૌભાંડ મામલે નિરવ મોદી વિરૂદ્ધ ઈડીએ કાર્યવાહી તેજ કરી છે. શનિવારે ઈડીએ નિરવ મોદીની મુંબઈ અને પુણેમાં આવેલી 21 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિની અંદાજીત કિંમત રૂપિયા 524 કરોડ હોવાનું માનવામાં આવી રહી છે. આ સંપત્તિમાં 6 રહેણાંક અને 10 ઓફિસનો સમાવેશ થાય છે.

ઈડીએ પુણેમાં બે ફ્લેટ અને અલીબાગમાં આવેલુ એક ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કર્જતમાં આવેલ એક સોલાર પ્લાન્ટ અને 135 એકરની જમીન પણ જપ્ત કરવામાં આવી છે. આમ ઈડીએ નિરવ મોદીની મુંબઈ અને પુણેમાં આવેલી કુલ 524 કરોડની સંપત્તિને જપ્ત કરી છે. અગાઉ ઈડીએ નિરવ મોદીની પૂછપરછ ત્રણ સમન મોકલ્યા હતાં. ઈડીએ ત્રીજા સમનમાં નિરવ મોદીને 26 ફેબ્રુઆરી સુધી હાજર થવા જણાવ્યુ છે. પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ઈડીએ સહિતની તપાસ એજન્સીઓએ નિરવ મોદીની પાંચ હજાર કરોડથી વધારેની સંપત્તિને જપ્ત કરી છે. જેમાં નિરવ મોદીના શોરૂમ સહિત તેની મિલકત અને મોંઘી જ્વેલરીનો પણ સમાવેશ થાય છે.

પીએનબી ગોટાળામાં નીરવ મોદીની 21 સ્થાવર મિલકતો જપ્ત

પંજાબ નેશનલ બેંકના ફ્રોડ ટ્રાન્સક્શનના મહાગોટાળાના મામલે હીરા કારોબારી નીરવ મોદી તરફે ગાળિયો કસાઈ રહ્યો છે. શનિવારે ઈડીએ પુણે અને મુંબઈમાં નીરવ મોદીની લગભગ 21 સ્થાવર મિલ્કતોને જપ્ત કરી છે. આ જપ્ત કરાયેલી મિલ્કતોની અનુમાનિત કિંમત 524 કરોડ રૂપિયા હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઈડી દ્વારા પીએનબી ગોટાળાનાં સંડોવાયેલા હીરાના વેપારી નીરવ મોદી સામે કાર્યવાહી ચાલી રહી છે. મુંબઈમાં ઈડીએ નીરવ મોદીની 6 રહેણાંક અને 10 વ્યવસાયિક સ્થાવર મિલ્કતોને જપ્ત કરી છે. તો પુણેમાં ઈડીએ બે ફ્લેટ અને અલીબાગમાં એક ફાર્મહાઉસને પણ સીઝ કર્યું છે. તેની સાથે કર્જતમાં એક સોલર પ્લાન્ટ અને 135 એકર જમીનને પણ ઈડીએ જપ્ત કરી છે. આ 21 સ્થાવર મિલ્કતોની કુલ કિંમત 523.72 કરોડ રૂપિયા હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઈડીએ નીરવ મોદીને સમન જાહેર કરીને 26 ફેબ્રુઆરીએ રજૂ થવા માટે નિર્દેશ કર્યો છે. શુક્રવારે ઈડીએ નીરવ મોદીના લગભગ ત્રીસ કરોડ રૂપિયાના બેંક બેલેન્સ, 13.86 કરોડની કિંમતના શેયર સીઝ કર્યા છે. આ તમામ ચીજવસ્તુઓ સિવાય ઈડીએ 176 સ્ટીલની તિજોરીઓ અને 60 પ્લાસ્ટિકના કન્ટેનર પણ સીઝ કર્યા છે. આમાં ઘણી ઈમ્પોર્ટેડ ઘડિયાળો હતી.

આ પહેલા ગુરુવારે પણ ઈડીએ નીરવ મોદી અને તેની કંપનીની નવ લગ્ઝરી કારો જપ્ત કરી હતી. આ કારોની કિંમત સેંકડો કરોડમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. આમાં માત્ર એક કાર રોલ્સ રોયલ ઘોસ્ટની કિંમત છ કરોડ રૂપિયા છે. તેના સિવાય બે મર્સિડીઝ બેન્જ જીએલ-350, એક પોર્શે પેનામેરા, ત્રણ હોન્ડા અને એક ટોયટો ફોર્ચ્યુનર અને એક ટોયોટા ઈનોવા છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સી ગ્રુપના 94 કરોડના શેયર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ઈડીએ નીરવ મોદીના 7.80 કરોડ રૂપિયાના મ્યુચુઅલ ફંડ અને શેયર ફ્રીઝ કર્યા છે અને ગીતાંજલિ સમૂહના મેહુલ ચોક્સીના 86.72 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ઈડીએ મુંબઈમાં તેની ચાર કંપનીઓ પર દરોડાની કાર્યવાહી કરી છે. ઈડી તરફથી મેહુલ ચોક્સીના શેયરને સીઝ કરવાની સેબીને પણ અપીલ કરી હતી.

પંજાબ નેશનલ બેંકે ગુરુવારે નીરવ મોદીને પત્ર પણ લખ્યો હતો. પત્રમાં પીએનબીએ નીરવ મોદીને કહ્યુ હતુ કે તેણે ખોટી રીતે બેંક અધિકારીઓની મદદથી તમામ એલઓયૂ પ્રાપ્ત કર્યા છે. કોઈ પણ પ્રકારે બેંક દ્વારા નીરવ મોદીની ત્રણ પાર્ટનર કંપનીઓને કોઈ સહુલિયત આપવામાં આવી નથી. જે વખતે આ ગતિવિધિઓનો ખુલાસો થયો. બાદમાં તપાસમાં ખુલાસો થયો. આ ફેમા અને મની લોન્ડ્રિંગનો મામલો છે.

પીએનબીએ સ્પષ્ટ કર્યું છે કે, કાયદા પ્રમાણે બેંકની પાસે અધિકાર હતો કે તેઓ આ ગતિવિધિઓને રોકે અને ઈડીએ જે પણ કાર્યવાહી કરી છે. તે પણ યોગ્ય છે. નાણાં પાછા આપવાનો જે વાયદો કર્યો છે. તેમાં કોઈપણ રીતે એ જણાવવામાં આવ્યું નથી કે તેઓ કેવી રીતે આ નાણાં પાછા આપશે. નાણાં પાછા આપવા માટે નીરવ મોદી પાસે કોઈ નક્કર યોજના હોય તો જણાવવા માટેની પીએનબી તરફથી તાકીદ પણ કરવામાં આવી છે.

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!