GSTV
Home » News » PNB બેંક નિરવ મોદીની સંપત્તિઓ પર તવાઇ બોલાવે તેવી શક્યતા

PNB બેંક નિરવ મોદીની સંપત્તિઓ પર તવાઇ બોલાવે તેવી શક્યતા

પીએનબી મહાગોટાળા મામલે બેંક નિરવ મોદી પાસે વસૂલાત કરવાની તૈયારીમાં છે. પીએનબીએ દિલ્હીમાં નિરવ મોદીની ત્રણ સંપત્તિની ઓળખ કરી છે, જેની કિંમત 1800 થી 2000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ સંપત્તિને વેચીને પંજાબ નેશનલ બેંક વસૂલાત કરશે. બેંક સંપત્તિ સિવાય નિરવ મોદીની જમીન પણ વેચી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએનબીના દિલ્હીમાં આવેલી બે બ્રાંચ દ્વારા વસૂલાતની કાર્યવાહી હાથ ધરશે. પીએનબી  દિલ્હીમાં કામા પેલેસની સંપત્તિને વેચીને મોટી રકમની વસૂલાત કરી શકે છે. આ ઉપરાંત પીએનબી કૌભાંડની રકમની ભરપાઈ કરવા પીએનબી નિરવ મોદીની દેશભરમાં આવેલી અનેક સંપત્તિઓ પર તવાઈ શરૂ કરી શકે છે. બેંક કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ નિરવ મોદીની સંપત્તિઓને વેંચવાની યોજના પહેલાથી બનાવી ચૂકી છે. પીએનબી મેનેજમેન્ટ આ મામલે સરકારની મદદ માંગી રહી છે. પરંતુ સરકારે પહેલાથી સ્પષ્ટતા કરી છે કે ગોટાળાની રકમની ભરપાઈ પીએનબીએ કરવી પડશે. પીએનબી કૌભાંડ બાદ તપાસ એજન્સીઓએ નિરવ મોદીની પાંચ હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. અને હવે નિરવ મોદીની સંપત્તિ ઉપર પીએનબી તવાઈ કરી શકે છે.

Related posts

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!