GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)થી ઘડપણમાં મળશે સહારો, જાણો તેની ખાસ વાતો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઘરડા લોકો માટે પ્રધાનમંત્રી વય વંદના યોજનાને શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘરડા લોકો માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર તેમની આ યોજનાને LIC દ્વારા સંચાલિત કરી રહી છે. મતલબ એ થયો કે, જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે LIC એજન્ટ અથવા LIC ઓફિસનો સંપર્ક કરવો પડશે.

60 વર્ષથી ઉપરનાં નાગરિકો માટે છે આ યોજના

PMVVY હેઠળ વરિષ્ઠ નાગરિકોને દર મહિને એક નિશ્ચિંત રકમની વ્યવસ્થા કરવામાં આવે છે. આ યોજના હેઠળ ફક્ત 60 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલાં નાગરિકો જ તેનો ફાયદો ઉઠાવી શકશે. તેના સિવાય તેઓ ભારતનાં નાગરિક હોવા જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ 60 વર્ષની ઉંમર બાદ આ સ્કીમનો હિસ્સો બની શકે છે. આ સ્કીમમાં ઉંમરનો કોઈ પ્રતિબંધ નથી.

10 વર્ષ સુધી મળે છે પેન્શનનો લાભ

પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ ઘરડા લોકોને દર મહિને એક નિશ્ચિંત પેન્શન મળે છે. જોકે, પેન્શનની આ રકમ ફક્ત 10 વર્ષ સુધી જ મળે છે. જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ બાદ ફરીથી પેન્શન શરૂ કરવું હોય તો ફરીથી આ યોજનામાં રોકાણ કરવું પડશે. આ  યોજના હેઠળ રોકાણકાર તરફથી નિશ્ચિંત સમય પર તેનાં ખાતામાં પૈસા ક્રેડિટ થઈ જશે. રોકાણકાર માસિક, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક વિકલ્પની સાથે પેન્શનના ક્રેડિટ માટે સમયના વિકલ્પને પસંદ કરી શકે છે.

ખાતામાં સીધી પહોંચશે પેન્શનની રકમ

રોકાણકારોને પેન્શનની રકમ નેટબેંકિંગ અથવા આધાર આધારિત ચૂકવણી સિસ્ટમ દ્વારા થશે. પોલીસી લેતી વખતે રોકાણકારોએ બેંકનાં ખાતા અંગેની જાણકારી આપવી પડશે.

રોકાણકારોને મળશે મેચ્યોરિટીની પુરી રકમ

પોલિસી ખરીદતી વખતે રોકાણકારો દ્વારા જમા રકમ 10 વર્ષની અવધિ પુરી થયા બાદ પાછી આવી જાય છે. પેન્શનની છેલ્લા  હપ્તાની સાથે જ LIC જમા કરાવેલી રકમને રોકાણકારોને પાછી આપી દે છે. કેન્દ્ર સરકાર જમા કરવામાં આવેલી રકમ પર 8.30 ટકા સુધી વ્યાજ આપે છે.

  • માસિક પેન્શન પર વાર્ષિક 8.00 ટકા
  • ત્રિમાસિક પેન્શન પર વાર્ષિક 8.05 ટકા
  • છ માસિક પેન્શન પર વાર્ષિક 8.13 ટકા
  • વાર્ષિક પેન્શન પર 8.30 ટકા વાર્ષિક

પોલિસી પર ટેક્સ નહી, પરંતુ હપ્તા પર ટેક્સ

રોકાણકારોને  આ યોજના હેઠળ પોલિસી ખરીદી પર સરકાર તરફથી સર્વિસ ટેક્સ અથવા GSTમાંથી છૂટ પ્રાપ્ત છે. જોકે, પેન્શનના હપ્તા ટેક્સેબલ ઈનકમમાં ગણાશે. સંબંધિત નાણાકીય વર્ષના ઈનકમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સની માત્રા નક્કી કરવામાં આવશે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!