GSTV

મફત LPG સિલિન્ડરનો સમયગાળો તો વધ્યો પરંતુ નિયમમાં કરાયો છે આ ફેરફાર, પડી શકે છે તમારા ખિસ્સા પર અસર

ગેસ સિલિન્ડર

Last Updated on July 12, 2020 by pratik shah

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો સમયગાળો 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે. જેથી 8 કરોડ લોકોને ફાયદો થશે. જેમણે PMUY હેઠળ ફ્રી LPG સીલીન્ડર મળે છે. જોકે, આ વખતે વ્યવસ્થામાં થોડો ફેરફાર રહેશે. ખરેખર, કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, PMUYની હેઠળ ગરીબ મહિલાઓને 1 એપ્રીલથી 30 જૂનની વચ્ચે ત્રણ ફ્રી LPG સીલીન્ડર આપવામાં આવશે. 30 જૂનની આ અવધિને 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. અત્યાર સુધી આ ગરીબોના ખાતામાં એડવાન્સ પૈસા જમા કરાવી દેતી હતી, જેથી આ ખાલી સિલેન્ડર ભરાવી શકે, પરંતુ હવે આવુ થતુ નહી. આ ખાતાધારકોને પહેલા LPG Cylinder ની ચૂકણી કરવી પડશે અને ફરી સરકાર તે પૂર્ણ પૈસા ખાતામાં જમા કરશે.

આ માટે કરવામાં આવ્યો ફેરફાર

સરકારે જૂનમાં આ ફેરફાર કરી દીધો છે, જેથી હવે સમયગાળો વધવા પર પણ લાગુ થશે. સરકારે પહેલા 2 ફ્રી LPG સિલિન્ડરના પૈસા ખાતામાં જમા કરાવી દીધા હતા, પરંતુ જોવામાં આવ્યુ છે કે, લોકોને આ રકમ ક્યાંક બીજે ખર્ચ કરી દીધી છે અને રસોઈ ગેસ સિલેંડરનો ઉપયોગ બંધ કરી દીધો છે. ત્યારબાદ જ નક્કી થયુ કે, લોકો પહેલા સિલેંડર ખરીદશ અને પછી રકમ આપશે. તે માટે સરકારે પુખ્ચા વ્યવસ્થા કરી લીધી છે. જેમ જ સંબંધિત રસોઈ ગેસ એજન્સીને ત્યાં ડેટા અપડેટ થશે પૈસા સંબંધિત ખાતામાં પહોંચી જશે.

વર્ષ 2016માં શરૂ થઈ હતી PMUY

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. શરૂઆતમા ગરીબી રેખાની નીચે રહેતા (2011ની વસ્તીગણતરીના આધાર પર) લોકોને મફત રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવ્યા અને ફ્રી રસોઈ ગેસ સિલેંડરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ PMUYનો દાયરો વધારીને અનુસૂચિત જાતિ અને જનજાતિ પરિવારોની સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અંત્યોદય યોજનાના લાભાર્થીઓને પણ સામેલ કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ એક વિસ્તાર આપતા બધા ગરીબ પરિવારોને તેમાં સામેલ કરી લેવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

કોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે

Damini Patel

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!