GSTV
Home » News » પર્યાવરણ મંત્રાલય બાદ હવે પ્રધાનમંત્રી કાર્યાલય પણ વાપરશે આ કાર્સ

પર્યાવરણ મંત્રાલય બાદ હવે પ્રધાનમંત્રી કાર્યાલય પણ વાપરશે આ કાર્સ

સરકારે દેશમાં ઈલેક્ટ્રિક કારોને પ્રોત્સાહન આપવા માટે જાત-જાતનાં ઈન્સેટિવ્સ અને છૂટ આપી રહી છે. ત્યારે આ કારોનાં ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર પોતે આગળ આવી છે. નાણા મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલય બાદ હવે PMOમાં પણ ઈલેક્ટ્રિક કારોનો ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહી સરકાર ઈલેકટ્રિક વાહનોનાં ચાર્જીંગ માટે ચાર્જીંગ સ્ટેશન લગાવવાની તૈયારીઓ કરી રહી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયમાં 15, નીતિ આયોગમાં 10 અને ફાઈનાન્સ મિનીસ્ટ્રીમાં 10 ચાર્જીંગ સ્ટેશન મળી જશે. જ્યારે સંસદ ભવનમાં 7, પાવર મિનીસ્ટ્રીમાં 5, રાષ્ટ્રપતિ ભવનમાં 4 અને વિદેશ મંત્રાલયમાં 3 ને દિલ્હીનાં ગુજરાત ભવનમાં 2 ચાર્જીંગ સ્ટેશન છે.

પ્રધાનમંત્રી કાર્યાલયમાં સૌથી વધારે ચાર્જીંગ સ્ટેશન લગાવવાનું મુખ્ય કારણ છેકે, તેઓ બધા જ મંત્રાલય સમક્ષ એક ઉદાહરણ રજૂ કરવા માંગે છે. સાથે જ પ્રધાનમંત્રીની પણ ઈચ્છા છેકે, તેમનો કાફલામાં સૌથી વધારે ઈલેક્ટ્રિક કારો હોય.

સરકાર 10 હજાર ઈલેક્ટ્રિક કાર ખરીદવાની યોજના બનાવી રહી છે. તેને કારણે જ ચાર્જીંગ સ્ટેશન લગાવવાની કવાયત ચાલુ કરવામાં આવી છે. એનર્જી એફિશિયન્સી સર્વિસિઝ લિમિટેડ આ ચાર્જીંગ સ્ટેશન લગાવી રહ્યા છે. પરંતુ અહીં ધ્યાન આપવાની એ વાત છેકે, આ ચાર્જીંગ સ્ટેશન પર ફક્ત એક જ ઈલેક્ટ્રિક કારને ચાર્જ કરી શકાશે.

કેન્દ્રીય બજેટમાં ઈલેક્ટ્રિક કાર ખરીદનારાને મોટું ઈન્સેન્ટીવ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઈલેક્ટ્રિક વાહનો પર સરકારે જીએસટી હટાવવાની સાથે સાથે લોનમાં પણ છૂટ આપવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆરમાં લગભગ 20 પબ્લિક ચાર્જીંગ સ્ટેશન કામ કરી રહ્યા છે. અને ઘણા બધા નવા સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!