GSTV

મોદીના ભાષણની સચ્ચાઈ: બાંગ્લાદેશની આઝાદીમાં પીએમ મોદી જેલમાં ગયા હતા કે નહીં, RTIમાંથી મળ્યો છે આ ચોંકાવનારો ખુલાસો

Last Updated on June 19, 2021 by Pravin Makwana

પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષે જ માર્ચમાં ઢાકાના પ્રવાસ દરમિયાન દાવો કર્યો હતો કે, બાંગ્લાદેશની આઝાદી માટે તેમણે પોતાના સાથીઓ સાથે મળીને આંદોલન કર્યુ હતું અને જેલમાં પણ ગયા હતાં. પીએમ મોદીએ કહ્યુ હતું કે, ત્યારે તેમની ઉંમર 20-22 વર્ષની હશે. વડાપ્રધાને કરેલા આ દાવા પછી વિપક્ષના નેતાઓએ બરાબરના સાણસામાં લઈ લીધા હતા. જો કે, હવે એક આરટીઆઈ કરવામાં આવી છે, જેમાં પીએમ મોદીએ કરેલા દાવા વિશે પ્રમાણ માગવામાં આવ્યા છે. આ અંગે પીએમઓનું કહેવુ છે કે, કોઈ પણ પ્રધાનમંત્રીના કાર્યકાળની જાણકારી આપી શકે છે.

પીએમઓનું કહેવુ છે કે, આ કાર્યાલય નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ તેમનો સત્તાવાર રેકોર્ડ રાખે છે. જો કે, વિરોધીઓનું કહેવુ છે કે, પીએમઓની જ વેબસાઈટ પર તેમના સાથે જોડાયેલી 1950ની એક ખાસ જાણકારી આપવામાં આવી છે. તેમા કહેવાયુ છે કે, તે એક ગરીબ પણ પ્રેમી પરિવારમાં જન્મ્યા હતા. જેમની પાસે ખાસ કંઈ મૂડી નહોતી.

આરટીઆઈમાં શું સવાલ પૂછવામાં આવ્યો હતો

કહેવામાં આવ્યુ છે કે, આરટીઆઈ દ્વારા પીએમઓ પાસેથી મોદી જેલમાં ગયા તેના વિશે સવાલ પૂછતા રાજેશ ચિરિમાર ટીએમસી શાસિત વિદ્યાનગર મહાનગરપાલિકાના બોર્ડના સભ્ય છે. તેમણે આ વિશે 26 માર્ચના રોજ આરટીઆઈ કરી હતી. ચિરિમાને પોતાની આરટીઆઈમાં પીએમઓ પાસે ત્રણ સવાલો પૂછ્યા હતા.

  • કઈ તારીખથી ક્યારે મોદી જેલમાં ગયા
  • તેમને ક્યા આરોપસર જેલમાં નાખવામાં આવ્યા હતા.
  • તેમને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા.

આ આરટીઆઈનો જવાબ ચિરિમારને ગત અઠવાડીયે મળ્યો. તેમા પબ્લિશ ઈન્ફોર્મેશન ઓફિસર તરફથી કહેવાયુ છે કે, પીએમના ભાષણોની જાણકારીનો રેકોર્ડ પીએમઓની વેબસાઈટ પર રાખેલા છે. એ વાત પર પણ ધ્યાન આપવામાં આવ્યુ છે કે, કાર્યાલય નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ જ સત્તાવાર રેકોર્ડ રાખવાનું શરૂ કર્યુ છે.

બાંગ્લાદેશમાં શું હતું પીએમ મોદીનું ભાષણ

પ્રધાનમંત્રી મોદીએ ઢાકામાં બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પુરા થતા તેના માનમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યુ હતું કે, બાંગ્લાદેશની આઝાદી માટે કરેલો સંઘર્ષ જીવનું પહેલુ આંદોલન હતું. મારી ઉંમર 20-22 રહી હશે, જ્યારે મેં અને મારા સાથીઓએ બાંગ્લાદએશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો. બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં ત્યારે મારી પણ ધરપકડ થઈ હતી અને જેલ જવાનો પણ મોકો મળ્યો હતો.

READ ALSO

Related posts

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!