GSTV
India News ટોપ સ્ટોરી

પૂર્ણ રાજ્ય/ પીએમઓમાંથી ફોન જતાં મહેબૂબા તૈયાર થયાં, કાશ્મીરમાં મોદી સરકાર ભરી શકે છે પારોઠનાં પગલાં

મહેબૂબા મુફ્તી

નરેન્દ્ર મોદીએ ગુરૂવારે જમ્મુ અને કાશ્મીર મુદ્દે ચર્ચા માટે બોલાવેલી બેઠકમાં હાજર રહેવા અંતે ગુપકર જોડાણે સંમતિ આપી છે. કાશ્મીરના સાત પ્રાદેશિક પક્ષોના બનેલા ગુપકર જોડાણ વતી મહેબૂબા મુફતી, ડો. ફારૂક અબ્દુલ્લા અને તારીગામી રજૂઆત કરશે. મોદીએ આ બેઠકમાં ૧૪ પ્રાદેશિક પક્ષોને હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.

મહેબૂબા મુફતીએ બેઠકમાં હાજર રહેવાની તૈયારી બતાવીને આશ્ચર્ય સર્જ્યું

મહેબૂબા મુફતીએ બેઠકમાં હાજર રહેવાની તૈયારી બતાવીને આશ્ચર્ય સર્જ્યું છે. સોમવારે મહેબૂબાએ બેઠકમાં હાજર રહેવાનો ઈન્કાર કરી દીધો હતો. બેઠકનો એજન્ડા નક્કી નહીં હોવાનું કારણ તેમણે રજૂ કર્યું હતું પણ સોમવારે સાંજે પીએમઓમાંથી ફોન જતાં મહેબૂબા તૈયાર થયાં હોવાનો સૂત્રોનો દાવો છે.

કાશ્મીરને ખાસ દરજ્જાની બંધારણની કલમ ૩૭૦ની પુનર્સ્થાપનાનો સવાલ જ પેદા થતો નથી

પીએમઓ દ્વારા મહેબૂબાને સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું હતું કાશ્મીરને ખાસ દરજ્જાની બંધારણની કલમ ૩૭૦ની પુનર્સ્થાપનાનો સવાલ જ પેદા થતો નથી પણ જમ્મુ-કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જો તથા વિધાનસભા બેઠકોના નવા સીમાંકન મુદ્દે મોદી કાશ્મીરના નેતાઓની વાત સાંભળવા તૈયાર છે. આ બંને મુદ્દે હકારાત્મક નિર્ણય લેવાય તેવો સંકેત પણ તેમણે મહેબૂબાને આપતાં મહેબૂબા માની ગયાં.

READ ALSO

Related posts

ભારતમાં ખાંડની નિકાસે બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર આંકડો 109.8 લાખ ટનને વટાવી ગયો

Hemal Vegda

ઝટકો / ટ્રેનના ભાડા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો

GSTV Web Desk

મોટી દુર્ઘટના / નેપાળના બારા જિલ્લામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 16ના મોત

Hardik Hingu
GSTV