GSTV

કાળાં નાણાં મામલે થશે મોટો ખૂલાસો, PMOને 15 દિવસમાં જવાબ અાપવા આદેશ

Last Updated on October 22, 2018 by Karan

કેન્દ્રીય માહિતી પંચે વડાપ્રધાન કાર્યાલય પાસે એવો જવાબ માંગ્યો છે કે વિદેશોમાંથી કેટલું કાળું નાણું ભારતમાં પાછું લાવવામાં આવ્યું છે અને તેમાંથી કેટલા રૂપિયા લોકોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. સરકાર પાસે એવો પણ જવાબ માગ્યો છે કે, મે-2014થી ઓગસ્ટ-2017 સુધી કેટલા કેન્દ્રીય મંત્રીઓ વિરુધ્ધ  ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ અને તેમની વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્ય માહિતી કમિશનર આર.કે.માથુરે આઈએફએસ અધિકારી સંજીવ ચતુર્વેદીની અરજી પર પીએમઓને 15 દિવસમાં આ માહિતી આપવા આદેશ કર્યો છે.

ચતુર્વેદીએ એક આરટીઆઈમાં સરકાર પાસે 16 મુદ્દાઓ પર માહિતી માંગી હતી. કેન્દ્રીય મંત્રીઓ વિરુધ્ધ  ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી ફરિયાદો પર કરવામાં આવેલી કાર્યવાહી અને તપાસની વિગત પણ માંગવામાં આવી હતી. પરંતુ પીએમઓએ તેનો જવાબ આપવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે આ ખૂબજ જેનેરિક અને અસ્પષ્ટ સવાલ છે. જ્યારે કાળા નાણાં અંગેના સવાલોના જવાબ આપવાનો પણ ઈનકાર કરતાં પીએમઓએ કહ્યું હતું કે, આ વાત આરટીઆઈની સેક્શન-2 (એફ) હેઠળ આવતી નથી.

આ સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે, આરટીઆઈ હેઠળ એજ વિગતો આપી શકીએ છીએ જે પેપર દસ્તાવેજ અથવા ઈલેક્ટ્રોનિક ફોરમમાં ઉપલબ્ધ હોય. સંતોષકારક જવાબ નહીં મળતા ચતુર્વેદીએ માહિતી પંચમાં અરજી કરી હતી. મોદી સરકાર બન્યા પછી કેન્દ્રીય યોજનાઓના પ્રચાર-પ્રસાર પર અલગ અલગ માધ્યમોમાં કરાયેલા ખર્ચની વિગત પણ પીએમઓએ આપી નથી. હવે કેન્દ્રીય માહિતી પંચે કહ્યું છે કે, પાંચ દિવસની અંદર આ પ્રશ્ન માહિતી અને પ્રસારણ મંત્રાલયને મોકલવામાં આવે અને 15 દિવસમાં તેનો અરજદારને જવાબ આપવામાં આવે.

ચતુર્વેદીએ પોતાની અરજીમાં મોદી સરકારની મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્વચ્છ ભારત અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ જેવી યોજના અંગે માહિતી માંગી છે. માર્ચ-2018માં એવો ઘટસ્ફોટ થયો હતો કે, સ્વિસ બેન્ક અને અન્ય વિદેશી બેન્કોમાં ભારતનું 1500 બિલિયન ડોલર (આશરે 90 લાખ કરોડનું)કાળું નાણું જમા છે. જેમાં દેશની અનેક હસ્તિઓના ખાતા હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ હજુ સુધી તે અંગે કયા પગલા લેવાયા તે અંગેની કોઈ માહિતી બહાર આવી નથી.

Related posts

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!