GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પીએમ મોદીએ લેહમાં જઈને એ કર્યું કે આજદીન સુધી કોઈ પીએમ નથી કરી શક્યા, હવે મોદીને સરહદની સ્થિતિ સમજતાં વાર નહીં લાગે

ગલવાન ખીણમાં ચીન સાથે શરૂ થયેલા તણાવ વચ્ચે પીએમ મોદી લેહની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદી વહેલી સવારે સાત વાગ્યે લેહ પહોંચી ગયા હતા. તેમની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત પણ લેહની મુલાકાતે છે. જનરલ બિપિન રાવતે લેહમાં પીએમ મોદીને નકશાની સમજણ આપી હતી.  આ ઉપરાંત નોર્દન આર્મી કમાન્ડના લેફ્ટિનેંટ જનરલ વાય.કે જોશી અને જનરલ હરિંદરસિંહ પણ તેમની સાથે છે.

પીએમ મોદીએ નીમૂ ફોરવર્ડ પોસ્ટ પર સેનાના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને જવાનો સાથે સંવાદ કર્યો

જનરલ હરિંદરસિંહે ચીન સાથે સૈન્ય સ્તરની બેઠકમાં ભારતનું નેતૃત્વ કર્યુ હતુ. પીએમ મોદીએ નીમૂ ફોરવર્ડ પોસ્ટ પર સેનાના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને જવાનો સાથે સંવાદ કર્યો છે. નીમૂ પોસ્ટર 11 હજાર ફૂટની ઉંચાઈએ આવેલી છે. જેને દુનિયાની સૌથી ઉચી અને ખતરનાક પોસ્ટ માનવામાં આવે છે.  પીએમ મોદીએ લેહની મુલાકાત લઈ સૌકોઈને ચોકાવ્યા છે. પીએમ મોદીએ સેનાના અધિકારીઓ સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી. ગલવાન ખીણમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે સૈન્ય અને ડિપ્લોમેટ સ્તરની વાતચીત થઈ છે. ત્યારે પીએમ મોદીની લદ્દાખ મુલાકાત સૈનના જવાન માટે જુસ્સો વધારનારી છે. લેહની મુલાકાતથી પીએમ મોદીએ ચીન અને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. આ પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે લદ્દાખની મુલાકાતે જવાના હતા. જોકે, તેમની આ મુલાકાત ટળી હતી.

ભારત એલએસીની સુરક્ષા કરવા સંપૂર્ણ રીતે કટિબદ્ધ

એલએસી પર પ્રવર્તતી તણાવની સ્થિતિ વચ્ચે પીએમે લદ્દાખ જઇ ચીનને સંદેશો આપી દીધો છે કે ભારત એલએસીની સુરક્ષા કરવા માટે પૂરી રીતે કટિબદ્ધ છે. સાથે જ સરદહે ચીનની કોઇ પણ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ચીનની ઇંચ-ઇંચ આગળ વધવાની કુટિલ ચાલ દક્ષિણ ચીની સમુદ્રમાં તો ચાલી શકે છે. પરંતુ ભારત સામે ચીનની દાળ ગળે તેમ નથી. ભારત ચીનને પાછળ ખદેડવા માટે પૂરી રીતે તૈયાર છે. ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો કે અમે સરહદેથી પાછળ નહીં હટીએ. જો ચીનના સૈનિકો એલએસી પર તૈનાત રહેશે તો અમારા સૈનિકો પણ એલએસી પર તૈનાત રહેશે. અમે કોઇ પણ મુદ્દે બાંધછોડ નહીં કરીએ.

સંકટ સમયમાં આખો દેશ સૈનિકોની સાથે

પીએમ મોદીએ આ મુલાકાતથી ચીનને એ પણ જણાવી દીધું કે ચીન એક તરફ પોતાના સૈનિકોની સંખ્યા પણ છૂપાવી રહ્યું છે. તો બીજી તરફ સંકટના આ સમયમાં ફક્ત તે પોતે જ નહિં પરંતુ સમગ્ર દેશ સેના સાથે છે. પીએમ મોદીએ આ મુલાકાતથી ચીનને એ પણ જણાવી દીધું કે ભારત ચીન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ ચીનની કોઇ પણ આક્રમક કાર્યવાહીનો ભારત જડબાતોડ જવાબ આપશે. ચીને ભલે પાછળ હટવા માટે સહમતિ દર્શાવી હોય પરંતુ ભારત ચીનની વાત પર ભરોસો કરી શકે નહીં.

READ ALSO

Related posts

સ્કુલના પરિસરના 50 મીટરના ઘેરામાં આ વસ્તુઓ નહીં વેચી શકાય, સરકારે મૂક્યો પ્રતિબંધ

Karan

કોરાનાને રોકવાની બેઠકમાં નેતાની બગડી તબિયત : મેડિકલ ટીમ પહોંચી, ફફડી ગયા બેઠકમાં હાજર અધિકારીઓ

pratik shah

રાજસ્થાનમાં રાજકિય ખેલ : ગેહલોત વિરુદ્ધ પાયલોટની નવી ચાલ, માંગ્યો રાહુલ ગાંધી પાસે મળવાનો સમય

Karan
Do NOT follow this link or you will be banned from the site!