કોરોના વાયરસ મહામારી (Coronavirus) થી દેશભરમાં ભારે હાહાકાર મચી ગયો છે. કોરોના કાળના આ સમયમાં આર્થિક સુરક્ષા ખૂબ જ જરૂરી થઇ ગઇ છે. આવી હાલતમાં દરેક વ્યક્તિ ઇન્શ્યોરન્સ પ્લાન (Insurance Plan) લેવાનું વિચારે છે. જો તમે પણ કોઇ ઇન્શ્યોરન્સ પ્લાન લેવાની તૈયારી કરી રહ્યાં છો તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana-PMJJBY ) નો લાભ ઉઠાવી શકે છે. મોદી સરકારે આની શરૂઆત 9 મે 2015 ના રોજ કરી હતી. તો અહીં જાણીશું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના વિશે….

PMJJBY પ્લાન શું છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક વર્ષનો લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન છે. તેને દર વર્ષે રિન્યુઅલ કરી શકાય છે. આ યોજનાનો લાભ માત્ર મૃત્યુ બાદ નોમિનીને મળે છે. કુલ મિલાવીને તે શુદ્ધ રૂપથી ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ સ્કીમ અંતર્ગત રોકાણ બાદ જો કોઇનું મોત થઇ જાય છે તો 2 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. જો કોરોના વાયરસથી મોત થયા છે તો 2 લાખ રૂપિયાનો તમે ક્લેમ કરી શકો છો. પરંતુ એ ત્યારે જ શક્ય છે કે, જ્યારે વર્ષ 2020-21 માં પોલિસી ખરીદવામાં આવી હોય, ત્યારે નોમિની તેમાં ક્લેમ કરી શકે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અંતર્ગત ટર્મ પ્લાન લેવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 50 વર્ષ છે. દેશનો કોઇ પણ નાગરિક આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

જાણો કેવી રીતે કરી શકશો એપ્લાય?
જો તમે પણ આ યોજનાનો ફાયદો ઉઠાવવા ઇચ્છો છો તો બેંકમાં ફોર્મ ભરીને તમે એપ્લાય કરી શકો છો. આ સિવાય તમે ઓનલાઇન પણ એપ્લાય કરી શકો છો. પછી તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જશે. PMSBY નો કવરેજ ગાળો 1 જૂનથી 31 મે સુધી છે. આ યોજનામાં શામેલ થવા માટે એકાઉન્ટ હોલ્ડર્સને ઓટો ડેબિટની સહમતિ આપવી જરૂરી છે. આ યોજનામાં વીમા લેનારનું જો અકસ્માતમાં મોત થવા પર અથવા તો સંપૂર્ણ રીતે વિકલાંગ થવા પર 2 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળે છે. સ્થાયી રૂપથી આંશિક અપંગ થવા પર 1 લાખ રૂપિયાનું કવર મળે છે.

જાણો કેવી રીતે ક્લેમ કરી શકશો?
વીમાની રકમ માટે ક્લેમ કરવા માટે નોમિની અથવા તો સંબંધિત વ્યક્તિને સૌ પહેલાં તે બેંક અથવા ઇન્શ્યોરન્સની કંપની પાસે જવાનું રહેશે. જ્યાંથી પોલિસી ખરીદવામાં આવી હતી, અહીં એક ફોર્મ મળશે, જેને નોમિનીએ ભરીને જમા કરાવવાનું રહેશે. તેમાં નામ, એડ્રેસ અને ફોન નંબર જેવી તમામ જાણકારીઓ આપવાની રહેશે. ત્યાર બાદ ઇન્શ્યોરન્સ કંપની તમામ ડોક્યુમેન્ટ્સની તપાસ કર્યા બાદ ક્લેમની રકમ બતાવવામાં આવેલ એકાઉન્ટમાં નાખવામાં આવશે અને આ રીતે ક્લેમ સેટલની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ
- Video/ મેદાન વચ્ચે અમ્પાયર સાથે બાખડી પડ્યો કૃણાલ પંડ્યા, આ વાતને લઇને ભડકી ઉઠ્યો
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો