GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY) ને વધુ પાંચ મહિના સુધી વધારવાના નિર્ણયને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના આ નિર્ણય અંગે માહિતી આપતાં મીડિયાને જણાવ્યું હતું કે પીએમજીકેવાય અંતર્ગત મફત અનાજ વિતરણ માટેની યોજનાના વિસ્તરણને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાને આ યોજનાને આગળ ધપાવવાની જાહેરાત કરી હતી, જેને બુધવારે કેબિનેટ દ્વારા લાગુ કરવામાં આવી છે.

નવેમ્બર સુધી લંબાવી આ યોજના

જાવડેકરે જણાવ્યું હતું કે, હવે આ યોજના જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એમ પાંચ મહિના સુધી ચાલુ રહેશે, જેમાં 81 કરોડ લોકોને દરેક પરિવાર માટે પાંચ કિલો અનાજ અને પરિવાર દીઠ પાંચ કિલોગ્રામ ચણા મફત આપવામાં આવશે. પાંચ મહિનામાં દરેક વ્યક્તિને 25 કિલો અનાજ અને દરેક પરિવારને પાંચ કિલોગ્રામ ચણા આપવામાં આવશે.

પરિવાર દીઠ મળશે મફત અનાજ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ યોજના અંતર્ગત પ્રથમ ત્રણ મહિનામાં 120 લાખ ટન અનાજ આપવામાં આવ્યું હતું અને હવે 203 લાખ ટન અનાજ પાંચ મહિના માટે આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ 4.60. લાખ ટન દાળ આપવામાં આવી હતી અને હવે 9.70. લાખ ટન ચણા આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજનાનો ખર્ચ 1.49 લાખ કરોડ રૂપિયા છે.

નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ પીએમજીકેવાય હેઠળ કોરોના સમયગાળામાં શરૂ કરાયેલ આ યોજના, પીડીએસના દરેક લાભાર્થીને દર મહિને પાંચ કિલો અનાજ અને રેશનકાર્ડ ધારકોના દરેક પરિવારને એક કિલો કઠોળ આપવાની જોગવાઈ છે.

અગાઉ ત્રણ મહિના માટે લંબાવી હતી યોજના

આ યોજના પ્રથમ એપ્રિલથી જૂન સુધી ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જૂને આ યોજનાને આગામી પાંચ મહિના સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

READ ALSO

Related posts

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel

ચીન અને ભારત અહીં સામસામે પણ આ દેશમાં ભારત, ચીન અને પાકિસ્તાનના સૈનિકો એક સાથે લશ્કરી કવાયતમાં જોડાશે

Pravin Makwana

કરોડો રૂપિયાનો ચોખ્ખો નફો કરનાર સરકારી કંપનીનો નફો 80 ટકા ઘટ્યો, આ કારણો ગણાવ્યા જવાબદાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!