GSTV

PMC કૌભાંડ : પૂર્વ ચેરમેનની અમૃતસર-મુંબઈમાંથી હજારો કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત

Last Updated on October 15, 2019 by Mansi Patel

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન વારયામ સિંહની મુંબઇ ઉપરાંત પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં હજારો કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખાએ જણાવ્યું કે વારયામ સિંહે આ સંપત્તિ બેંકમાં 4 હજાર 355 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને કર્યું છે.

વારયામ સિંહ આ કૌભાંડમાં સામેલ ચાર આરોપીઓમાંથી એક છે. આ ઉપરાંત બેંકના પૂર્વ એમડી જોય થોમસ અને એચડીઆઇએલના માલિક રાકેશ અને સારંગ વાધવાન પણ આ લિસ્ટમાં સામેલ છે.. પોલીસને વારયામ સિંહની જૂહુના સિટીઝન હોટલની નજીક 69 એકર જમીન અંગે જાણકારી મળી છે. આ જમીનની કુલ આકારણી 2500 કરોડ રૂપિયા છે.

જો કે આ જમીન સરકારી એજન્સી સાથે વિવાદમાં છે. જેને પહેલા વારયામ સિંહના દાદાના નામે ખરીદવામાં આવી હતી. આ ઉપરાંત અમૃતસરના જીટી રોડ પર 400 કરોડ રૂપિયાની હોટલ છે. જેને વારયામ સિંહે લેમન ટ્રી જૂથને સંચાલન માટે સોંપી દીધી છે. વારયામ સિંહે પંજાબ ઉપરાંત હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં પણ સંપત્તિઓ ખરીદી છે. જેની અંગે પોલીસ તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah

અન્નોત્સવ દિવસની ઉજવણી / હજુ દિવાળી સુધી ગરીબોને મળશે મફત અનાજ, PM મોદીનો લાભાર્થીઓ સાથે સીધો સંવાદ

Dhruv Brahmbhatt

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!