GSTV
India News ટોપ સ્ટોરી

PMC બેંક કટોકટી : ખાતેદારો માટે ઉપાડની હવે આ છે નવી મર્યાદા

સંકટમાં આવી ગયેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક(પીએમસી બેંક)ના ખાતેદારોને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાહત આપી છે. બેંકના ખાતેદારો-થાપણદારોને રિઝર્વ બેંકે ઉપાડની મર્યાદા રૂ.1000 થી વધારીને રૂ.10,000 કરી આપવાનું જાહેર કર્યું છે.

ખાતેદારોને હતાશામાં ધકેલી દેનારી આ ઘટનાથી ચો-તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બેંક પર અંકુશો લાદવાના પગલાં સામે વિરોધ વધવા લાગતાં આખરે તાત્કાલિક ધોરણે આરબીઆઈ દ્વારા ઉપાડની રકમ મર્યાદા વધારવાનો નિર્ણય લેવાની  ફરજ પડી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નોટીફિકેશન મુજબ થાપણદારોને તેમની કુલ થાપણોમાંથી હવે  રૂ.10,000 સુધી  ઉપાડવા મંજૂરી અપાઈ છે. બેંકના દરેક બચત ખાતા કે ચાલુ ખાતા અથવા કોઈપણ અન્ય થાપણ ખાતામાંથી કુલ થાપણના રૂ.10,000-દશ હજાર સુધી ઉપાડી શકાશે, અલબત 23,સપ્ટમ્બર 2019ના જારી કરાયેલા રિઝર્વ બેંકના આદેશની શરતોને આધીન આ રકમ ઉપાડી શકાશે.

આ દરમિયાન પીએમસી બેંકની કટોકટીના પરિણામે બેંક દ્વારા તેની 28,સપ્ટેમ્બર 2019ના મળનારી 36મી એજીએમ પણ  રદ કરવાની બેંકને ફરજ પડી છે. આ સાથે આ કટોકટી માટે પૂર્ણ જવાબદારી સ્વિકારનારા પીએમસી બેંકના મેનેજીંગ ડિરેકટર જોય થોમસને પણ સસ્પેન્ડ કરાયા હોવાનું જાણવા મળે છે.

પીએમસી બેંકમાં કથિત ગેરરીતિ બહાર આવતાં  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 23,સપ્ટેમ્બર 2019થી બેંકના મેનેજમેન્ટને સુપરસીડ કરીને તપાસ શરૂ કરી બેંકના કામકાજને પોતાના હસ્તક લેવાનું જાહેર કરાયું હતું. આ સાથે બેંક દ્વારા કોઈપણ પ્રકારે નવા ધિરાણને મંજૂર કરવા કે આપવા તેમ જ કોઈપણ પ્રકારની થાપણો સ્વિકારવા પર છ મહિના માટે પ્રતિબંધ મૂકાયો હતો.

પીએમસી બેંક દ્વારા એક જ ગુ્રપના એકાઉન્ટોને પરવાનીત કરતાં વધુ ધિરાણ મંજૂરી કરાયાનું અને નોન-પરફોર્મિંગ એસેટ્સની ઓછી નોંધ કરાયાની ગેરરીતિ બહાર આવતાં બેંક પર અંકુશો મૂકાયા હતા.

બેંક દ્વાા રિયલ એસ્ટેટ ગુ્રપ હાઉસીંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર(એચડીઆઈએલ) મંજૂર કરાયેલી લોનોમાં ગેરરીતિ જણાતાં રિઝર્વ બેંક દ્વારા બેંક પર અંકુશો લાદવામાં આવ્યા હતા. આ એક્સપોઝરમાં એચડીઆઈએલ દ્વારા બેંક ઓફ ઈન્ડિયા સાથે દેવાના સેટલમેન્ટ પેટે રૂ.96.5 કરોડના બુલેટ પેમેન્ટનો પણ સમાવેશ છે.

જે કંપનીએ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એનસીએલટીનો ઓગસ્ટમાં સંપર્ક કરાયાના પગલે કરાયું હતું. 31,ઓગસ્ટ મુજબ બેંક ઓફ ઈન્ડિયાએ એચડીઆઈએલ પાસેથી રૂ.522.3 કરોડની લોનો સામે વન ટાઈમ સેટલમેન્ટ તરીકે પીએમસી બેંક પર વટાવવા પાત્ર બે પે ઓર્ડરો મેળવ્યા હતા.

એચડીઆઈએલના વાર્ષિક રીપોર્ટ મુજબ રીયલ એસ્ટેટ કંપની પીએમસી બેંકમાં એક ટકા જેટલું હોલ્ડિંગ ધરાવે છે. જ્યારે કંપનીએ તેની ફિકસ્ડ થાપણો સામે 13 ટકા વ્યાજ દરે લોનો પણ લીધેલી છે. માર્ચ 2019 મુજબ બેંક રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રકશન બિઝનેસ અને હાઉસીંગ ક્ષેત્રે રૂ.984.69 કરોડનું ધિરાણ ધરાવે છે. નાણાકીય વર્ષ 2018-19માં બેંકની ડૂબત લોનમાં રૂ.303.80 કરોડનો ઉમેરો થયો હતો.

READ ALSO

Related posts

મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાને મળી ડે. સીએમની જવાબદારી, 6 વખતના ધારાસભ્યની આવી છે રાજકિય સફર

HARSHAD PATEL

કોંગ્રેસ સરકારે કરેલું દેવું ભાજપ સરકારે ચૂકવવું પડ્યું, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કર્યો ખુલાસો

Nelson Parmar

જાણો કોણ છે મોહન યાદવ, જે બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી

Rajat Sultan
GSTV