GSTV
Gujarat Government Advertisement

RBIએ PMC Bank પર લગાવેલાં પ્રતિબંધો 31 માર્ચ સુધી વધાર્યા,ખાતાધારકોને નહી મળે આ સુવિધા

Last Updated on December 19, 2020 by Mansi Patel

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કૌભાંડના આરોપોથી ઘેરાયેલા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક (PMC BANK) પરના નિયંત્રણોને 31 માર્ચ સુધી લંબાવી દીધા છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, 23 સપ્ટેમ્બર 2019ના રોજ જારી કરવામાં આવેલી સૂચનાઓની માન્યતા, જે સમય સમય પર સુધારી દેવામાં આવી છે, તે 23 ડિસેમ્બર, 2020થી વધારીને 31 માર્ચ, 2021 સુધી લંબાઈ રહી છે. જો કે, બેંક માટે એક સારા સમાચાર એ છે કે તેના રિકંસ્ટ્રક્શન અને ઇક્વિટી રોકાણ માટે અત્યાર સુધીમાં 4 એક્સપ્રેશન ઓફ ઈંટરેસ્ટ (EoI) પ્રાપ્ત થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને PMC બેન્કે રોકાણ અથવા ઇક્વિટી ભાગીદારી દ્વારા તેના પુનર્ગઠન માટે સંભવિત રોકાણકારો પાસેથી લેટર ઓફ ઇન્ટરેસ્ટ (EoI) માંગ્યું હતું. આ EoIs રજૂ કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર હતી. જેમાં 4 રોકાણકારોએ પણ રસ દાખવ્યો છે. જોકે, RBIએ હજી સુધી જાહેર કર્યું નથી કે PMC બેંકમાં હિસ્સો ખરીદવા માટે કંઈ કંપનીઓ અથવા રોકાણકારોએ EoI જમા કરી છે. બેંક થાપણદારો અને પસંદ કરેલી કંપનીઓના હિતને ધ્યાનમાં રાખીને આ ઓફર્સની શક્યતાનો અભ્યાસ કરશે અને બેંકને ખરીદવાની બોલી પ્રક્રિયામાં રોકાણકારોનો સમાવેશ કરવામાં આવશે.

જાણો શું છે આખો મામલો

PMC Bankએ HDIL ગ્રુપને ગેરકાયદેસર રીતે 6500 કરોડ રૂપિયાની લોન આપી હતી, જે સપ્ટેમ્બર 2019માં બેંકની કુલ લોન બુક કદના 73% હતી. માર્ચ 2019માં બેંકમાં 11,617 કરોડ રૂપિયા ડિપોઝિટ બેઝ હતા. આ કૌભાંડનો પર્દાફાશ થયા પછી, મુંબઇ બેંકના ભૂતપૂર્વ એમડી જોય થોમસ અને ભૂતપૂર્વ અધ્યક્ષ વરયામ સિંહને ગત વર્ષે ઓક્ટોબરમાં મુંબઇની આર્થિક ગુનાની વિંગે ધરપકડ કરી હતી. આ સિવાય બેંકના અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આરબીઆઈએ પીએમસી બોર્ડ વિખેરી નાખ્યું

રીઅલ એસ્ટેટ ડેવલપર એચડીઆઈએલને બેંકે ઘણી આર્થિક ગેરરીતિઓ અને ધિરાણ છુપાવ્યું હતું. જેના કારણે આરબીઆઈએ ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ પીએમસીના બોર્ડનું વિસર્જન કર્યું હતું અને બેંકમાંથી પૈસા ઉપાડવા સહિતના વિવિધ પ્રતિબંધો લાદ્યા હતા. આરબીઆઈએ થાપણદારોને 1000 રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી હતી, જે પછીથી જૂન 2020 માં વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી. રિઝર્વ બેંકે કહ્યું હતું કે, 22 ડિસેમ્બર, 2020 સુધી પીએમસી પર તમામ પ્રતિબંધો અમલમાં રહેશે.

પીએમસી બેંકમાં છેતરપિંડીનો મામલો સપ્ટેમ્બર 2019 માં બહાર આવ્યો હતો

આરબીઆઈએ કહ્યું કે, બેંકને આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટેના તમામ હોદ્દેદારો (હિસ્સેદારો) સાથે વાતચીત કરવામાં આવી હતી, પરંતુ COVID -19 અને હાલના અનિશ્ચિતતાના વાતાવરણને કારણે સમગ્ર પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. આ ઉપરાંત, નેટ વર્થમાં સતત ઘટાડો અને દેવાની વસૂલાતમાં કાયદાકીય પ્રક્રિયાને કારણે બેંકે કોઈપણ દરખાસ્ત વધારવી પડકારજનક બની છે. જણાવી દઈએ કે પીએમસી બેંકમાં છેતરપિંડીનો મામલો સપ્ટેમ્બર 2019 માં સામે આવ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!