GSTV
Gujarat Government Advertisement

PM Awas: અરજી કર્યા બાદ પણ નથી મળી રહી કોઈ જાણકારી, તો આ રીતે ચેક કરો તમારું નામ

ઘર

Last Updated on September 22, 2020 by

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે દેશની જનતાને ઘર ખરીદવા માટે સબ્લિડી આપે છે. આ યોજનાના લાભાર્થીઓને 2.67 લાખ રૂપિયા સુધીની સબ્સિડી આપવામાં આવે છે. હવે દેશના લાખો લોકો આ સરકારી યોજનાનો ફાયદો લઈ ચૂક્યા છે. જો તમે પણ આ યોજના માટે અપ્લાઈ કર્યુ છે તો તમે સરળતાથી ઘર બેઠા જ પોતાની સબ્સિડી વિશે જાણકારી લઈ શકો છો.

31 માર્ચ 2021 સુધી લઈ શકો છો ફાયદો

જણાવી દઈએ કે, દેશભરમાં ફેલાયેલ કોરોના સંકટના કારણે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમને 31 માર્ચ 2021 સુધી વધારી દીધી છે. આ યોજના થકી કરોડો લોકોને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. સબ્સિડીની દર માટે સરકારે ઈનકમના નોર્મ્સ સેટ કર્યા છે. હાઉસિંગ સ્કીમનો લાભ ન લેવામાં આવ્યો હોય તો પણ આ યોજના હેઠળ લોન અને ઘર માટે અપ્લાઈ કરી શકે છે.

આ રીતે કરો ઓનલાઈન અપ્લાઈ

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ http://pmaymis.gov.in પર જાઓ.
  • હવે તમારી સામે હોમ પેજ ઓપન થાય છે. જેમાં એક સેક્શન છે- Citizen Assessment.
  • તેના ડ્રોપ-ડાઉન મેનુમાં તમને Benefit under other 2 components ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે.
  • આ ઓપ્શન સિલેક્ટ કરી તમે નેક્સ્ટ પેજ પર હશો જેમાં Check Aadhaar/Virtual ID No.
  • Existence ની માહિતી આપવામાં આવી હશે.
  • અહીંયા તમારી જાણકારીને વેરીફાઈ કરવાની હોય છે. જ્યાં પોતાનો આધાર નંબર નાખો અને આધારમાં તમારું નામ છે તે લખી દો. ત્યારબાદ ટર્મને ટિક કરી ચેક પર ક્લિક કરો.
  • ક્લિક કરતાની સાથે જ તમે નેક્સ્ટ પેજ પર હશો જે એક એપ્લીકેશન ફોર્મ હોય છે. અહીંયા તમને બધી જરૂરી જાણકારીઓ જેમ કે, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી, પર્સનલ જાણકારી, ઈનકમ સ્ટેટમેન્ટ, બેન્ક એકાઉન્ટ માહિતી અને બીજી જાણકારી ભરી દો.
  • જ્યારે તમે સંપૂર્ણ જાણકારી આ એપ્લિકેશન ફોર્મમાં આપશો તો તમને ડિસ્ક્લેમર ચેકબોક્સ બટન પર ક્લિક કરવું પડશે અને કેપ્ચા દાખલ કરવો પડશે અને બાદમાં સેવ પર ક્લિક કરવું પડશે. આ રીતે ઓનલાઇન અરજીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જો તમે ઈચ્છો છો, તો તમે ભરેલા એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ પણ લઈ શકો છો.
  • જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે અરજી કરી છે તો તમારે સૌ પ્રથમ rhreporting.nic.in/netiay/Benificiary.aspx વેબસાઈટ પર વિજિટ કરવાની રહેશે.

આ રીતે ચેક કરો તમારુ નામ

  • નવું પેજ ઓપન થશે. અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર નાખો અને ક્લિક કરો.
  • હવે તમારી સામે ડિટેસ્લ ખુલી જશે.
  • જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી તો ‘Advance Search’ પર ક્લિક કરો અને ફોર્મને ભરી દો.
  • હવે ‘Search’ વાળા વિકલ્પ પર ક્લિક કરો.
  • આટલુ કરતા જ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) લિસ્ટ ઓપન થઈ જશે.
  • જો તમારુ નામ જોડાયુ હશે તો અહીંયા ડિટેલની સાથે જોવા મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખરતા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!