પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ શહેરી વિસ્તારના ગરીબ લોકો ઉઠાવી રહ્યા છે. આ યોજના અંતર્ગત 2022 સુધીમાં ગરીબ વર્ગો માટે 2 કરોડ પાકા મકાન બનાવવાનો લક્ષ્ય કેન્દ્ર સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના શહેરી ગરીબ લોકો કે જેમની પાસે પાકું મકાન નથી અથવા જેઓ બેઘર છે તેમને સરકાર દ્વારા પાકા આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. સરકાર બિલ્ડરોની સહાયતા પસંદ કરાયેલી શહેરોમાં પાકા મકાનનું નિર્માણ કરવાની કોશિશ કરી રહી છે. આ યોજના હેઠળ પ્રદાન કરવામાં આવેલા ઘરોને એક વયસ્ક મહિલા સદસ્યો અથવા પુરુષો સાથે સંયુક્ત રુપે સ્વામિત્વ કરવામાં આવે. જો તમે પ્રથમ વખત ઘર ખરીદો છો તો સરકાર 2.67 લાખ રૂપિયા સુધીની છૂટ આપે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ અંતર્ગત ઈનકમ કેટેગરી
આવાસ યોજના અંતર્ગત 3 કેટેગરીના લોકોને લોન આપવામાં આવે છે. આ કેટેગરી લોકોની વાર્ષિક આવક પ્રમાણે નક્કી કરવામાં આવે છએ. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળો વર્ગ, નિમ્ન આવક વર્ગ તથા મધ્યમ આવક વર્ગના લોકોને લોન આપવામાં આવે છે. ઘણી વખત લોકોના મનમાં આ સવાલ આવે છે કે અમે કઈ કેટેગરીમાં આવીએ છીએ. તો આવો જાણીએ કે આ વર્ગોમાં કેટલી આવક વાળા લોકોને સમાવેશ થાય છે.
આર્થિક રીતે નબળો વર્ગ : આર્થિક રીતે નબળા વર્ગ અંતર્ગત તે તમામ લોકો આવે છે તેમની વાર્ષિક આવક રૂ. 3,00,000 અથવા તેનાથી ઓછી હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નબળા વર્ગના લોકોને લોન આપવામાં આવે છે.
નિમ્ન આવક વર્ગ : નિમ્ન આવક વર્ગ અંતર્ગત તે તમામ લોકો આવે છે જેમની વાર્ષિક આવક 3,00,000 રૂપિયાથી 6,00,000 લાખ રૂપિયા સુધીની હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિમ્ન આવક વર્ગના લોકોને પણ લોન આપવામાં આવે છે.

મધ્ય આવક વર્ગ : મધ્યમ આવક વર્ગ અંતર્ગત તે તમામ લોકો આવે છે જેમની વાર્ષિક આવક 6,00,000 થી 18,00,000 લાખ રૂપિયા સુધીની હોય. PM AWAS YOJANA અંતર્ગત મધ્ય આવક વર્ગના લોકોને લોન આપવામાં આવે છે.
PM AWAS YOJANA 2021નો લાભ ઉઠાવવા માટે શહેરી વિસ્તારના MIG I માટે લાભાર્થીની વાર્ષિક આવક 6 લાખથી 12 લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. અને MIG II માટે 12 લાખથી 18 લાખ વાર્ષિક આવક હોવી જોઈએ. દેશના ઈચ્છુક લાભાર્થીઓ આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી પોતાનું પાકું મકાન બનાવવા માટે રકમ મેળવી શકે છે.
જો કોઈ સમસ્યા હોય તો અહીં ફોન કરવો
જો તમે હજી પણ કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તમે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી મારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. હેલ્પલાઈન નંબર આ પ્રકારના છે.
હેલ્પલાઈન નંબર : 011-23060484, 011-23063285, 011-23061827, 011-23063620, 011-23063567
READ ALSO
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો