GSTV

ગેરેન્ટીડ નફો મેળવવાનો મોકો! આ સરકારી સ્કીમમાં મળશે 1.11 લાખ રૂપિયા સુધીનું રિટર્ન

સ્કીમ

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના (PMVVY)ની ડેડલાઇન 3 વર્ષ માટે આગળ વધારી દીધી હતી. આ મંજૂરી બાદ હવે પીએમ વ્યય વંદના યોજનાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 સુધી આગળ વધરાવામાં આવી છે. પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના વરિષ્ઠ નાગરિકો માટે એક સ્કીમ છે, જે અંતર્ગત માસિક પેન્શનનો વિકલ્પ મળે છે. આ સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને 10 વર્ષ સુધી એક નિશ્વિત દરે ગેરેન્ટેડ પેન્શન મળે છે.

કેન્દ્ર સરકારની આ સ્કીમનો લાભ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા લઇ શકાય છે. આ સ્કીમ રપ 7.40 ટકાના વાર્ષિક દરે વ્યાજ મળે છે. અત્યાર સુધી આશરે 6.28 લાખ લોકો સરકારની આ સ્કીમનો લાભ લઇ ચુક્યા છે. 7.40 ટકાના વ્યાજનો લાભ તે લોકોને મળશે, જે ચાલુ નાણાકીય વર્ષમાં તેને સબ્સ્ક્રાઇબ કરશે. ચાલો તમને જણાવીએ કે આ સ્કીમનો લાભ કઇ રીતે લઇ શકાય છે..

રોકાણ

કોના માટે છે મોદી સરકારની આ સ્કીમ

કેન્દ્ર સરકારની આ સ્કીમનો લાભ લેવા માટે ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષ હોવી જોઇએ. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિક પણ આ સ્કીમમાં હિસ્સો લઇ શકે છે. કારણ કે આ સ્કીમમાં વધુમાં વધુ ઉંમરની કોઇ સીમા નથી. આ સ્કીમ અંતર્ગત એક વ્યક્તિ મહત્તમ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ સ્કીમ અંતર્ગત લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયા અને મહત્તમ માસિક પેન્શન 9,250 રૂપિયા છે. પેન્શન પેમેન્ટનો લાભ માસિક, ત્રિમાસિક, છ માસિક અથવા વાર્ષિક આધાર પર લઇ શકાય છે.

લોનની પણ મળે છે સુવિધા

આ સ્કીમમાં કેટલાક ખાસ કેસમાં પ્રીમેચ્યોર વિડ્રોલની પણ સુવિધા મળે છે. આ યોજનાનો લાભ લઇ રહેલા વ્યક્તિ અથવા તેના પતિ/પત્નીને કોઇ ગંભીર બિમારી માટે આ સુવિધા મળે છે. જો કે આ પ્રકારના કેસમાં પર્ચેસ પ્રાઇસનુ લેવલ 98 ટકા સરેન્ડર વેલ્યૂ જ પરત કરી શકાય છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે ત્રણ વર્ષ બાદથી લોનની પણ સુવિધા મળે છે. લોનની રકમ પર્ચેઝ પ્રાઇસના 75 ટકાથી વધુ ન હોઇ શકે.

Read Also

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!