GSTV
Finance Trending

દર મહિને ગેરંટેડ10 હજારની કમાણીવાળી છે આ સરકારી સ્કીમ, જાણો કેવી રીતે થશે ફાયદો

વિતેલાં દિવસે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના (PMVVY) ની મુદત આગામી વર્ષ માટે વધારવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ, આ યોજનાનો સમયગાળો 31 માર્ચ 2020 ના રોજ સમાપ્ત થયો હતો. પરંતુ હવે આ મંજૂરી બાદ, પીએમ વ્યય વંદના યોજનાની અવધિ 31 માર્ચ 2023 સુધી લંબાવી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના વરિષ્ઠ નાગરિકો માટેની એક યોજના છે, જે અંતર્ગત માસિક પેન્શનનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને 10 વર્ષ માટે નિશ્ચિત દરે પેન્શન મળે છે,

1.50 લાખ રૂપિયા જમા કરાવવા જરૂરી

આ યોજના અંતર્ગત એક જ વારમાં રકમ જમા કરવાની રહેશે. આ રકમ ઓછામાં ઓછી 1.50 લાખ અને મહત્તમ 15 લાખ રૂપિયા હોઈ શકે છે. પેન્શનરને પેન્શન તરીકે અથવા એક સાથે રકમના રૂપમાં વ્યાજની રકમ લેવાનો અધિકાર હશે.

8 ટકા મળે છે વળતર

PMVVY હેઠળ, જમા કરેલી રકમ પર વાર્ષિક 8 થી 8.30 ટકાનું સ્થિર વળતર મળે છે. વ્યાજ દર માસિક, ત્રિમાસિક, છવાર્ષિક અથવા વાર્ષિક પર આધારિત છે, પેન્શનર પેન્શનની રકમ લેશે તે ક્રમમાં. દર મહિને પેન્શનરોને 8% વ્યાજ મળશે, જ્યારે વાર્ષિક પેન્શન 8.30% મળશે.

આ યોજનાનો લાભ કોણ લઈ

PMVVY 60 વર્ષથી વધુના નાગરિકો માટે છે. આ યોજના હેઠળ 10 વર્ષ સુધી 8%ની નિશ્વિંત વાર્ષિક રિટર્નની ગેરંટીની સાથે પેન્શન સુનિશ્ચિત હોય છે. રોકાણ મર્યાદા વધવાથી વરિષ્ઠ નાગરિકોને દર મહિને મહત્તમ 10 હજાર જ્યારે ઓછામાંઓછું 1000 પેન્શન દર મહિને મળવાની ગેરંટી મળી ગઈ છે.

વળતર ગેરંટી

વ્યાજ ફક્ત પેન્શનના સ્વરૂપમાં જ મળે છે. એટલેકે જો તમે રૂ .15 લાખ જમા કરાવશો તો 8% ના દરે તમને વર્ષ માટે 1 લાખ 20 હજાર રૂપિયા વ્યાજ મળશે. એટલું જ વ્યાજ દર માસિક 10-10 હજાર રૂપિયા, દર ત્રણ મહિનામાં 30-30 હજાર રૂપિયા, વર્ષમાં બે વાર અથવા વર્ષમાં એકવાર 60-60 હજાર રૂપિયા, પેન્શન તરીકે એક લાખ 20 હજાર રૂપિયા આપવામાં આવે છે. .

ફરક માત્ર એટલો છે કે અન્ય થાપણો પરના વ્યાજના દરની  સરકાર દ્વારા ત્રિમાસિક સમીક્ષા કરવામાં આવે છે, જ્યારે પીએમવીવીવાય પરના વ્યાજના દરમાં ઓછામાં ઓછું 8% નિશ્ચિત છે. જો તમે ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન લેવાનો વિકલ્પ પસંદ કરો છો, તો આ પ્રમાણે તમારે 15,000 લાખ રૂપિયાથી ઓછી રકમ જમા કરવાની રહેશે.

શરતો શું છે?

  • ઓછામાં ઓછી 60 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઈએ.
  • 60 વર્ષ પછી કોઈ મહત્તમ વયમર્યાદા નથી.
  • પોલિસી ટર્મ- 10 વર્ષ.
  • ન્યૂનતમ પેન્શન – દર મહિને 1000, ક્વાર્ટર દીઠ 3000 રૂપિયા, છ માસ દીઠ 6000 રૂપિયા, દર વર્ષે 12000 રૂપિયા.
  • મહત્તમ પેન્શન – દર મહિને 10000, ક્વાર્ટર દીઠ 30000 રૂપિયા, છ માસ દીઠ 60000 રૂપિયા, દર વર્ષે 1 લાખ 20 હજાર રૂપિયા.

કેવી રીતે અરજી કરવી

કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડવા જરૂરી છે. વરિષ્ઠ નાગરિકો પણ આ યોજનામાં ઓનલાઇન રોકાણ કરી શકે છે.

એક પરિવારને 10,000 થી વધુ પેન્શન નહીં

આ સ્કીમના સંચાલક LICની વેબસાઇટ અનુસાર, મહત્તમ પેન્શન મર્યાદા કોઈ પેન્શનર પર નહીં પરંતુ તેના સંપૂર્ણ પરિવારને લાગુ પડે છે. મતલબ કે, પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના હેઠળ એક પરિવારમાંથી જેટલાં પણ લોકો પેન્શન લેશે. તે દરેકને મળનારા પેન્શનની રકમ મળીને 10,000 રૂપિયાથી વધારે નહી હોય. પેન્શનરના પરિવારમાં પેન્શનર ઉપરાંત પત્ની અને તેમના આશ્રિતોનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ

pratikshah

Bholaa/ શું પઠાણનો રેકોર્ડ તોડી શકશે અજયની “ભોલા”, પહેલા દિવસે આટલી કમાણીની શકયતા સેવાઈ

Siddhi Sheth

Pakistanમાં ભૂખમરાનો કહેર, મફત લોટ મેળવવાની લ્હાયમાં 11 લોકોના ગયા જીવ, 60થી વધુ ઈજાગ્રસ્ત

Kaushal Pancholi
GSTV