GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ફરી સત્તામાં આવ્યા બાદ મોદીના સાત વિદેશ પ્રવાસ, નવ દેશોની મુલાકાત અને 14 મહાનુભવો ભારત પધાર્યા

વડા પ્રધાન મોદીએ ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન સાત વખત વિદેશનો પ્રવાસ કરી નવ દેશોની મુલાકાત લીધી હતી, એમ વિદેશ મંત્રાલયે કહ્યું હતું. લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને વડા પ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ અને વિદેશ પ્રધાનના તેમજ પોતાના પ્રવાસની વિગતો પણ આપી હતી.મોદીએ ઓગસ્ટથી નવેમ્બર સુધીમાં વિદેશની સાત વાર મુસાફરી કરી હતી અને નવ દેશોની મુલાકાત લીધેલી, એમ મુરલીધરને રજૂ કરેલી વિગતો પરથી જાણવા મળ્યું હતું. તેમણે આપેલી વિગતો અનુસાર, મોદીએ ભૂતાન, ફ્રાન્સ,યુએઇ,બહેરિન, રશિયા, અમેરિકા. સાઉદી એરેબિયા, થાઇલેન્ડ અને બ્રાઝિલની મુલાકાત લીધી હતી.

વડા પ્રધાને ભૂતાન,ફ્રાન્સ,યુએઇ,બહેરિન,રશિયા, અમેરિકા, સાઉદી એરેબિયા, થાઇલેન્ડ અને બ્રાઝિલનો પ્રવાસ કર્યો. એક અન્ય સવાલના જવાબમાં મુરલીધરને કહ્યું હતું કે  અમેરિકા સ્થિત એક સ્વંયસેવી સંસ્થા એ ટેક્સાસ ઇન્ડિયા ફોરમ. ઇન્ક. દ્વારા હ્યુસ્ટનમાં ૨૨ સપ્ટેમ્બરે હાઉડી મોદી, શેર ડ્રીમ્સ, બ્રાઇટ ફ્યુચર’નામના એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.૨૧થી ૨૭ સપ્ટેમ્બર વચ્ચે વડા પ્રધાને અમેરિકાની મુલાકાતના ભાગરૂપે આયોજકોના આમંત્રણને માન આપી કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ભારતીય અમેરિકન સમુદાય અને ચૂંટાયેલા અનેક પ્રતિનીધીઓને સંબોધન કર્યું હતું.

‘ભારત સરકારે ટેક્સાસ ઇન્ડિયા સાથે કોઇ જ ભાગીદારી કરી ન હતી કે કાર્યક્રમ માટે કોઇ ભંડોળ પણ પુરૂં પાડયું નહતું’એમ તેમણે કહ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ કોવિદે પણ  ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ત્રણ વિદેશ મુસાફરી કરી હતી અને સાત દેશોની મુલાકાત લીધી હતી. તો ઉપ-રાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડૂએ પણ ત્રણ વિદેશ યાત્રા કરી છ દેશોની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રી એસ.જયશંકરે ૧૩ યાત્રાઓ કરી ૧૬ દેશોની મુલાકાત લીધી હતી તો મુરલીધરને ૧૦ વાર મુસાફરી કરી ૧૬ દેશોની મુલાકાત લીધી હતી. ભારતની મુલાકાતે આવેલા વિદેશી મહાનુભવોની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ચીની પ્રમુખ જિનપિંગ સહિત કુલ ૧૪ મહાનુભવોએ ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે ભારતની મુલાકાત લીધી હતી.

READ ALSO

Related posts

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

દક્ષિણ કોરીયામાં મુશળધાર વરસાદથી 30ના મોત, 12 લાપતા

Mansi Patel

દેશમાં જલ્દી લાગૂ કરો વસ્તી નિયંત્રણનો કાયદો, આ સાંસદે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!