GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

આફ્રિકા સ્ટાઈલમાં વિકસાવેલા જંગલ સફારીથી લઈને ઈકો ટુરિઝમ સુધીના પ્રોજેક્ટની પ્રધાનમંત્રીએ લીધી મુલાકાત

સરદાર સરોવર નર્મદા ડેમે ઐતિહાસિક 138 મીટરની જળસપાટી વટાવી છે. ગુજરાત માટે આ ઐતિહાસિક અવસર છે. જેની રાજ્ય સરકારે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે. અને તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે જન્મદિવસની ભેટ આપશે. સમગ્ર નર્મદા ડેમને દુલ્હન જેમ શણગારાયો છે.

આફ્રિકા સ્ટાઈલ જંગલ સફારી

નર્મદાના સરદાર સરોવર પાસે રાજ્યના વન વિભાગ દ્વારા જંગલ સફારી વિકાસાવવામાં આવ્યુ છે. જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે. નર્મદા નદીના કિનારે પાંચ લાખ 58 હજાર 240 સ્કવેર મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ જંગલ સફારીમાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકા સહિતના દેશોના 170 જેટલા જંગલી પશુ પક્ષીઓ હશે.

ગાર્ડનની પણ લીધી મુલાકાત

પીએમ મોદીએ કેવડિયા કોલોની ખાતે જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડનની મુલાકાત લીધી છે. તેમની સાથે સીએમ વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ જે બટરફ્લાય ગાર્ડનની મુલાકાત લીધી તેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી રંગબેરંગી અને અગલ અગલ પ્રજાતિના પંતગિયાઓ લાવી તેનો બટરફ્લાય ગાર્ડનમાં ઉછેરવામાં આવી રહ્યા છે.

4થી 5 હજાર પ્રવાસીઓની આવક

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના 4થી 5 હજાર પ્રવાસીઓની આવક છે. ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ પ્રકલ્પોને સાકાર કરવામાં આવી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વેલી ઓફ ફ્લાવર તેમજ કેક્ટસ ગાર્ડન સહિત પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભા કરે તેવા વિવિધ ગાર્ડનો ઉભા કરવામાં આવી રહ્યાં છે. ઉપરાંત જંગલ વિસ્તારોમાં પણ અભ્યારણીય પશુઓને નિહાળવા જઇ શકાય તેવું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે વન વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેક્ટસ ગાર્ડન સાથે હવે બટરફ્લાય ગાર્ડન બનાવવાની કવાયત હાથ ધરાઇ છે.

ઈકો ટુરિઝમની લીધી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખલવાણી ઈકો ટુરિઝમની પણ મુલાકાત કરી. આ ઈકો ટુરિઝમના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણ આવવાના છે. અહી ગજેબો રેસ્ટોર્ન્ટ, ફિશ પેડિક્યોર, સાયકલિંગ જેવી સુવિધા ખલવાણી ઈકો ટુરિઝમમાં શરૂ કરવામાં આવશે.

READ ALSO

Related posts

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

Mansi Patel

VIDEO: સ્વમીંગ પૂલમાં એકદમ જલપરી માફક દેખાઈ રહી છે સારા અલી ખાન, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!