GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

વૃદ્ધાવસ્થાને સિક્યોર કરવા આ સરકારી યોજનાનો લાભ ઉઠાવો : કોઈની નહીં પડે જરૂર, મળશે રૂપિયા 10,000નું પેન્શન

જો તમે પણ તમારા માતા-પિતાના વૃદ્ધાવસ્થાને  રિટાયરમેન્ટ પ્લાનમાં રોકાણ દ્વારા સિક્યોર કરવા માંગો છો તો આ આર્ટિકલ તમારા માટે જ છે. વાસ્તવમાં અમે આજે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં રોકાણ બાદ રિટાયરમેંટ પર 10 હજાર રૂપિયાનું મંથલી પેંશન પાક્કુ મળશે. અમે પીએમ વય વંદના યોજના (PM Vaya Vandana Yojana) વિશે વાત કરી રહ્યા છીએ.પહેલાં આ સ્કીમ 30 માર્ચે બંધ થવાની હતી પરંતુ તેની પોપ્યુલારિટી અને દેશની પરિસ્થિતીને કારણે LICએ તેને ફરીથી લોન્ચ કરી અને હવે તેમાં આગામી 3 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.

શું છે સ્કીમ

પ્રધાનમંત્રી વય વંદના યોજના (PM Vaya Vandana Yojana) સીનિયર સિટીઝન્સને સ્થાઈ પેંશનની યોજના છે. એટલેકે, આ સ્કીમામાં રોકાણ કરીને તમે દર મહીને પેંશન મેળવી શકો છો.  આ પેંશન સ્કીમ 60 વર્ષ  અથવા તેની ઉપરનાં લોકો માટે છે. આ સ્કીમામં રોકાણ કરવા માટે કોઈ ઉંમરની લીમિટ નથી. આ સ્કીમમાં વાર્ષિક રિટર્ન 8% થી 8.30% છે. 2017-18 અને 2018-19ના સામાન્ય બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. પેંશન ફક્ત 10 વર્ષ માટે જ મળે છે. આ યોજનામાં 15 લખ રૂપિયાનું રોકાણ કરવા પર 10 હજાર યોજના ચાલું રહે ત્યાં સુધી દર મહિને મળતી રહે છે. જો કોઈ વ્યક્તિ 10 વર્ષ બાદ પણ પેંશન લેવા માંગે છે તો તેને આ યોજનામાં ફરીથી રોકાણ કરવાનું રહેશે. આ સ્કીમ હેઠળ પ્રિમિયમ તમને 3 મહિને અથવા 6 મહિને અથવા વાર્ષિક આપવામાં આવે છે.

કેટલું રોકાણ કરવું પડશે

આ સ્કીમ હેઠળ તમારે મિનિમમ 1.50 લાખ રૂપિયા અને મેક્સિમમ 15 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. પોલિસી લેતી વખતે જમા રકમ 10 વર્ષ પુરા થયા બાદ પાછી મળી જાય છે.

ક્યાં ડોક્યૂમેન્ટ્સની જરૂર પડશે

આ સ્કીમમાં રોકાણ માટે તમને પૅન કાર્ડની કોપી, એડ્રેસ પ્રૂફ માટે આધાર અથવા પાસપોર્ટનો ફોટો કોપી જોઈશે. તેના સિવાય બેંક એકાઉટ ડિટેલ જેથી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ શકે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!