GSTV
Home » News » ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મળતાં ગેસ સિલિન્ડર સાથે 50 લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ એકદમ ફ્રી મળે છે. તેનો અર્થ એ છે કે જો ભોજન બનાવતી વખતે એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થાય અથવા તો કોઇ દુર્ઘટના થાય તો પીડિત પરિવારને 50 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે.

એક સર્વે અનુસાર, ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા 100 સિલિન્ડર ફાટવાની ઘટનાઓ સામે આવે છે પરંતુ મોટાભાગે લોકો તેના વળતરથી ફક્ત એટલા માટે વંચિત રહી જાય છે કારણ તે તેમની પાસે આ અંગેની જાણકારી નથી.

આ વળતર ઇન્શ્યોરન્સ કંપની આપે છે. તેના માટે એલપીજી કંપનીઓ પોતાના કન્ઝ્યુમર માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી પબ્લિક લાયબિલિટી પોલીસી લે છે. આ થર્ડ પાર્ટી  ઇન્શ્યોરન્સ હોય છે. તેના માટે એલપીજી કંપનીઓ દર વર્ષે ઇન્શ્યોરન્સ કંપનીઓને મોટી રકમ આપે છે.

તેના માટે કન્ઝ્યુમરને કોઇ પૈસા આપવાના નથી હોતા. આ પબ્લિક લાયબિલીટી પોલીસી અંતર્ગત વ્યક્તિ વિશેષના નામે ઇન્શ્યોરન્સ નથી હોતુ પરંતુ તે એલપીજી કંઝ્યુમર અને તેના પરિવાર માટે હોય છે. જેની સાથે કોઇ દુર્ઘટના ઘટે છે.

તેનો અર્થ એ છે કે જો કંઝ્યુમર સાથે કોઇ દુર્ઘટના ઘટે તો પબ્લિક લાયબિલિટી પોલીસી અંતર્ગત ઇન્શ્યોરન્સ કંપનીઓ પીડિત અને તેના પરિવારને વળતર આપે છે. જો પીડિત પક્ષને વળતર આપવામાં કંપનીઓ આનાકાની કરે અથવા પીડિત પક્ષ વળતરની રકમથી સંતુષ્ટ ન હોય તો તે કોર્ટની શરણ લઇ શકે છે.

એલપીજી સિલિન્ડરથી કોઇ દુર્ઘટના થવા પર કોર્ટ વળતરની રકમ પીડિતની ઉંમર, આવક અને અન્ય શરતોના આધારે નક્કી કરે છે.

lpg cylinder price hike

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે એલપીજી સિલિન્ડર ફાટવાથી ઘરને નુકસાન થાય છે અને ઘણીવાર લોકોના મોત પણ થઇ જતાં હોય છે. અહીં વળતર નુકસાન પર નક્કી કરવામાં આવે છે.

વળતરની રકમ ઇન્શ્યોરન્સ કંપનીઓ આપે છે પરંતુ તેના માટે પીડિતને ક્લેમ કરવો પડે છે. જો પીડિત પક્ષ આ વળતર માટે ક્લેમ ન કરે તો તેને વળતર નથી મળતું. તેની પાછળનું કારણ એ છે કે ઇન્શ્યોરન્સ કંપનીઓ આ વળતર પબ્લિક લાયબીલીટી પોલીસી અંતર્ગત આપે છે. જેમાં વ્યક્તિ વિશેષનું નામ નથી હોતુ. પરિણામે ક્લેમ કરનારને જ વળતર મળી શકે છે.

Read Also

Related posts

ITR ફાઈલિંગની ડેડલાઈનથી ચૂક્યા તો પડશે બહુ જ મોંઘુ, આટલી આપવી પડશે પેનલ્ટી

Mansi Patel

શૂટિંગ ચેમ્પિયનશીપ: પૂર્વ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના દિકરા માનવાદિત્યએ જીત્યાં 4 મેડલ

Bansari

દર મહિને કરવા માંગો છો કમાણી, તો પોસ્ટ ઓફિલની આ સ્કીમમાં લગાવો પૈસા, ફાયદાનું છે રોકાણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!